Homerevoinewsડિરેક્ટર વિકાસ બહલની અપકમિંગ ફિલ્મ 'ગૂડબાય' માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા...

ડિરેક્ટર વિકાસ બહલની અપકમિંગ ફિલ્મ ‘ગૂડબાય’ માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વાર સ્ક્રિન શેર કરશે

  • મશહૂર એક્ટર અમિતાભ અને નીના ગુપ્તા એક પરદે જોવા મળશે
  • ફિલ્મ ગુડબાયમાં પતિ પત્નીનો રોલ પ્લે કરશે

મુંબઈ – બોલિવૂડના મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચને અને જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા હવે ફિલ્મી પરદે એક સાથે જોવા મળશે,આ ફિલ્મનું નામ ‘ગુડબાય’ છે, જેનું નિર્દેશન વિકાસ બહલ કરનાર છે. આ ફિલ્મમાં નીના અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં નીના ગુપ્તા જોવા મળશે.

આ ફિલ્મની કહાનિ કંઈક જૂદી અને ખાસ છે, ફિલ્મ અંતિમવિધિ કર્યા બાદ થતા પરિવર્તનની કહાનિ પર આધારિત છે. આ ફિલ્મમાં તેલુગુ સ્ટાર રશ્મિકા મંદાના પણ  જોવા મળશે.

આ પ્રથમ વખત હશે કે જ્યાપે આ મશહૂર અભિનેત્રી બોલિવૂડના જાણીતા મશહૂકર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. અભિનેત્રી નીનાએ ‘ગુડબાય’માં કામ કરવા અંગેનું ખાસ કારણ પણ બહાર પાડ્યું છે.

નીની ગુપ્તાના કહ્યા પ્રમાણે આ ફિલ્મની સ્ટોરી તેને ખૂબ ગમી હતી, તે આ સ્ક્રીપ્ટ વાંચીને ઈમ્પ્રેસ થી ગઈ હતી,  જે રીતે વિકાસએ તેને આ કહાનિ દર્શાવી હતી તે રપીતે તેણે કહ્યું કે તે બીગબિ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

નીના ગુપ્તાએ આ ફિલમમાં કામ કરવા બાબતે કહ્યું કે, જ્યારે વિકાસે આ ફિલમ વિશે મને વાત કરી હતી ત્યારે મને ખૂબ જ ખુશી થી હતી, કારણ કે આ સરસ સ્ક્રિપ્ટ છે અને જ્યારે સ્ક્રિપ્ટ રોમાંચક હોય છે  ત્યારે કંઈ ઓર વિચારવાનો સવાલ રહેતો જ નથી, બીજી ખાસ વાત એ છે કે,અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવા હું ઉત્સાહી છું. મારુ ડ્રીમ પુરુ થયું છે.

ઉલ્લેખનીય છે કે, ‘ગુડબાય’નું બાલાજી ટેલિફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્માણ થી રહ્યું છે,ત્યારે અમિતાભ બચ્ચન પણ પહેલી વખત નીના ગુપ્તા સાથએ સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.

સાહિન-

RELATED ARTICLES

Most Popular

Recent Comments