1. Home
  2. revoinews
  3. ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરની એનઆઈએએ કરી ધરપકડ
ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરની એનઆઈએએ કરી ધરપકડ

ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરની એનઆઈએએ કરી ધરપકડ

0
Social Share

એનઆઈએએ મોટી કાર્યવાહી કરતા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે રાશિદ એન્જિનિયરને એરેસ્ટ કર્યો છે. ટેરર ફંડિંગ મામલમાં ધરપકડ કરવામાં આવેલો તે પહેલો મોટો નેતા છે. તેના પહેલા એનઆઈએએ ઘણાં ભાગલાવાદીઓની આ મામલામાં ઘણી આકરી પૂછપરછ કરી હતી. તેમા તેને પાકિસ્તાન પાસેથી ફંડ મળવાની વાત સામે આવી હતી. આ ફંડનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંક ફેલાવવા માટે કરવામાં આવતો હતો. રાશિદ એન્જિનયિર ઉત્તર જમ્મુ-કાશ્મીરની લંગાતે વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાતો રહ્યો છે.

આ સપ્તાહની શરૂઆતમાં રાશિદની ઈડીએ પણ પૂછપરછ કરી હતી. ઈડી રાશિદના જવાબોથી સંતુષ્ટ ન હતી અને તેના કારણે તેની ધરપકડ કરી હતી. આના પહેલા 2017માં પણ રાશિદની પૂછપરછ થઈ ચુકી છે. આ બીજી વખત હતું કે જ્યારે તેને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ જ્યારે વેપારી જહૂર વાતાલીની પૂછપરછ કરી તો તેમા રાશિદના નામનો ખુલાસો થયો હતો. વાતાલી પર કાશ્મીરી આતંકવાદીઓને ધન ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે.

એનઆઈએએ ઘણાં ભાગલાવાદીઓને ટેરર ફંડિંગના મામલે પોતાના રડાર પર રાખ્યા છે અને ઘણાંની પૂછપરછ પણ કરી છે. આ ભાગલાવાદીઓના આતંકવાદી સંગઠનો જેવા કે લશ્કરે તૈયબા, દુખ્તરાને મિલ્લત અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંબંધ સામે આવ્યો છે. એનઆઈએ રાશિદ એન્જિનિયરને અધાલતમાં રજૂ કરીને કસ્ટડીની માગણી કરશે. મહત્વપૂર્ણ છેકે કારોબારી જહૂર વાતાલીએ કાશ્મીરથી લઈને ગુરુગ્રામ સુધી અખૂટ સંપત્તિ અર્જિત કરી રાખી છે અને એનઆઈએએ તેની ઘણી મિલ્કતોને એટેચ પણ કરી છે.

એનઆઈએની તપાસમાં જાણકારી મળી છે કે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીરના યુવાવર્ગને ગેરમાર્ગે દોરીને પથ્થરબાજી અને ભારત વિરોધી પ્રદર્શન કરાવ્યા છે. હુર્રિયત અને એવા જ અન્ય સંગઠનોએ આ કાર્ય માટે સોશયલ મીડિયા, અખબારો અને પ્રેસ રિલીઝનો સહારો લીધો. અધિકારીઓએ જણાવ્યુ છે કે આ બધું મોટી ચાલાકીથી અંજામ આપવામાં આવતું હતું. મસ્જિદમાં નમાજ બાદ અથવા સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથેની અથડામણ બાદ યુવાનોને ઉશ્કેરણી પથ્થરબાજી કરાવવામાં આવતી હતી.

ઈડીને ખબર પડી છે કે ભાગલાવાદીઓ, આતંકવાદીઓ અને કાશ્મીરી નેતાઓને માત્ર પાકિસ્તાનમાંબેઠેલા આકાઓ પાસેથી જ ફંડ પ્રાપ્ત થતું ન હતું, પરંતુ તેમને પાકિસ્તાન હાઈકમિશનરમાંથી સીધું ફંડ આપવામાં આવતું હતું. રાશિદ એન્જિનિયર આના પહેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાંપણ ઉત્પાત મચાવી ચુક્યો છે. તેની આવી હરકત બાદ તેને ગૃહમાંથી બહાર પણ કાઢવામાં આવ્યો હતો. રાશિદ પોતાની વિરુદ્ધ સરાકરી એજન્સીઓની કાર્યવાહીને રાજકારણથી પ્રેરીત પણ ગણાવતો રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code