વર્ષ 2021-23 માટે અમદાવાદ એડર્વટાઈંઝીગ સર્કલ એસોસીએશનના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી
અમદાવાદ: ગુજરાત અને દેશની અનેક લોકપ્રિય બ્રાન્ડ કંપનીઓને બ્રાન્ડીંગ, વિજ્ઞાપન સંલગ્ન સેવાઓ પૂરી પાડતી એડવર્ટાઈઝીંગ એજન્સીઓના જાણીતા સંગઠન અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશન (AACA)ના નવા હોદ્દેદારોની નિમણૂંક વર્ષ 2021થી 2023 માટે કરવામાં આવી છે.
AACAની પ્રાથમિકતા એડ એજન્સીઝમાં હેલ્ધી કોમ્પિટિશન જળવાય, મિડીયા ઉપરાંત એડવર્ટાઈઝર સાથે સંચાલન સરળ બને તે છે. તદ્ઉપરાંત AACA દ્વારા એજ્યુકેશનલ સેમિનાર, લર્નિગ વર્કશોપ, ગેટ ટુ ગેધર, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક સમાજલક્ષી આયોજનો રેગ્યુલર રીતે એડવર્ટાઈઝીંગ – મીડિયા વર્તુળ માટે કરવામાં આવે છે.
આ સાથે AACAની નવી નીમાયેલ વર્ષ 2021-23 (2 વર્ષ) માટેની એકઝીકયુટીવ કમિટીના સભ્યોનું લીસ્ટ પણ અહીયાં છે જેમાં તમને જાણ થશે કે પ્રમુખ મનીષ પી.ગાંધી (પી.ગૌતમ એન્ડ કું.), સેક્રેટરી પ્રદિપ એસ. મહેતા (વૃષ્ટિ કોમ્યુનીકેશન), ઉપપ્રમુખ પીનલ એ. શાહ (શાર્પ મીડિયા સર્વિસીસ), ઉપપ્રમુખ સમીર એન. શાહ (આદિશ્વર એડવર્ટાઈઝીંગ), ખજાનચી હિરેન એમ. શાહ (હિરેન એડવર્ટાઈઝીંગ), જો. સેક્રેટરી શ્રી ભદ્રેશ બી. ગાંધી (રાકેશ એડવર્ટાઈઝીંગ).
કારોબારી સભ્યો – અજીતભાઈ આર. શાહ (અજીત એડ્સ), સંદિપભાઈ એન. શાહ (અમોલા એડવર્ટાઈઝીંગ), રાજેન્દ્રભાઈ સોની (પૂર્ણિમા એડ્સ), પ્રશાંત પી. નારેચાણીઆ (વર્ધમાન એડવર્ટાઈઝીંગ), જગત બી. ગાંધી (દિપ્તી એડ્સ), હર્ષદભાઈ જે. શાસ્ત્રી (યુનાઈટેડ પબ્લિસીટી), કેતન એસ. દેસાઈ (આસ્થા માર્કેટીંગ), જીગ્નેશ જે. ગાંધી (ગિરીરાજ એડવર્ટાઈઝીંગ), હાર્દિક એ. શાહ (અરવીન એન્ડ કું.) છે.