1. Home
  2. revoinews
  3. કેરળમાં કુદરતનો પ્રકોપઃભૂસ્ખલની ઘટના,ભારેથી અતિભારે વરસાદને કારણે સર્જાય પૂરની સ્થિતી
કેરળમાં કુદરતનો પ્રકોપઃભૂસ્ખલની ઘટના,ભારેથી અતિભારે વરસાદને કારણે સર્જાય પૂરની સ્થિતી

કેરળમાં કુદરતનો પ્રકોપઃભૂસ્ખલની ઘટના,ભારેથી અતિભારે વરસાદને કારણે સર્જાય પૂરની સ્થિતી

0
Social Share

કેરળમાં અનાધાર વરસાદ

કેરળના કેટલાક વિસ્તાર પાણીમા ગરકાવ

11 ઓગસ્ટ સુધી વિમાન સેવા બંધ

315 કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે

પૂર પ્રભાવિત લોકો માટે મદદ મોકલાવામાં આવી રહી છે

કેરળના તટથી જાડાયેલા વિસ્તારમાં પશ્વિમ દિશા તરફથી 40 થી 50 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

કેરળમાં ભારે વરસાદનું જોર શરુ જ છે,એર્નાકુલમ,ત્રિશૂર,પઠાનમથિટ્ટા,મલપ્પુરમમાં વિતેલી રાતે મોટા પ્રમાણમાં સતત વરસાદ વરસ્યો હતો,જેના કારણે કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા, મલપ્પુરમ અને કોજીકોડને જોડનારો મુખ્ય માર્ગ પાણી ભરાવવાના કારણે બંઘ છે, પુરની સ્થિતીના કારણથી અત્યાર સુધી 14 લોકો જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે ગઈકાલે ગુરુવારના રોજ વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં 6 લોકો મોતને ભેટ્યા છે, શુક્રવારના રોજ સવારે 8 લોકોના મોત થયા છે ત્યારે વાયનાડમાં ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે આમ ધોધમાર વરસતા વરસાદે માવનના ભોગ લીધા છે.

કેરળ હાલની પરિસ્થિતીમાં 60 લોકોને એનડીઆરએફની ટીમે સુરક્ષીત રીતે બહાર ખસેડ્યા છે, અત્યાર સુધી 100 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે ત્યારે આ ઓપરેશનને પાર પાડતા 10 થી 12 કલાકની ભારે ઝહેમત ઉઠાવી પડી હતી.ભૂસ્ખલ 2 કિલો મીટર સુધી થયેલું જોવા મળ્યું છે.પુરગ્રસ્ત લોકોને રાતોરાત સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા હતા,ત્યારે કોચ્ચી હવાઈ મથક પર 11 ઓગસ્ટ 3 વાગ્યા સુધી દરેક વિમાન સેવા ઠપ્પ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે કેરળના ઈડુક્કી,મલપ્પુરમ અને કોઝીકાડને વરસાદથી રેડ એલર્ટ જાહેર  કરવામાં આવ્યા છે જ્યારે ત્રિશૂર,પલક્કડ,વાયનાડ અને કાસરગોડને વરસાદનું જોર શરુ રહેતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કેળના તટીય વિસ્તારમાં પશ્વિમ દિશા તરફથી 40 થી 50 કીમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે,

કેરળ રાજ્ય ડિજાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી હાલ સુધીમાં 22,165 લોકોને સુરક્ષિત રીત સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, રાજ્યમાં પૂરગ્રસ્ત લોકો માટે 315 કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે રાત્રે જણાવ્યું હતુ કે સરકાર પૂરપ્રભાવિત લોકો માટે બનતા તમામ પ્રયત્નો કરશે, ત્યારે વાયનાડમાં અતિશય ભારે પૂરની સ્થિતી જોવા મળી છે.

વિતેલી રાતે ભારે વરસાદ અને અંધારાના કારણે પૂર પીડિતોને મદદ મોકલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, મલપ્પુરમ અને ઈકુડ્ડીના વિસ્તારોમાં મેધરાજાનો પ્રકોપ હતો,સરકાર તરફથી ફૂડ પેકેટ મોકલવાના પ્રયત્નો કરાય રહ્યા છે,ત્યારે હવે આ કુદરતી પ્રકોપ ક્યારે એટકશે તે તો વરસી રહેલા વરસાદ પર નિર્રભ કરે છે,જાણે કેરળમાં કુદરત નારાઝ હોય તેમ જોવા મળ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code