- વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ
- સુપ્રીમ કોર્ટમાં હવે સુનાવણી 10 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી
- પ્રશાંત ભૂષણે સોમવારે માફી માગવાનો કર્યો હતો ઇનકાર
હાલમાં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ ચાલી રહ્યો છે. તેમના વિરુદ્વ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી પંરતુ આ સુનાવણીને હવે 10 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને કોર્ટના અનાદરના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. તેમને કોઇ શરત વગર માફી માંગવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જે કાલે સમાપ્ત થઇ ગયો હતો. પ્રશાંત ભૂષણે સોમવારે માફી માગવાનો ઇનકાર કર્યો હતો.
Supreme Court defers to September 10. the 2009 contempt case against lawyer Prashant Bhushan for his tweets against former SC judges. SC requests Chief Justice to place it before appropriate bench pic.twitter.com/a9SBcy4CyK
— ANI (@ANI) August 25, 2020
ન્યાયાધીશ અરુણ મિશ્રાના અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે પ્રશાંત ભૂષણની વિરુદ્વ વર્ષ 2009ના અનાદરના કેસને 10 સપ્ટેમ્બરે અન્ય ખંડપીઠની સમક્ષ લિસ્ટેડ કર્યો. તેઓએ સર્વોચ્ચ ન્યાયાધીશને અનુરોધ કર્યો કે તેને યોગ્ય બેન્ચને આપવામાં આવે.
મંગળવારે સુનાવણી શરૂ થતાં પહેલા બાર એસોસિએશન ઑફ ઇન્ડિયાએ કોર્ટના અનાદર માટે દોષિત ઠેરવેલા પ્રશાંત ભૂષણનું સમર્થન કરતાં કહ્યું કે, આવા સમયમાં જ્યારે નાગરિકો મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે તો ટીકાકારોથી નારાજ થવાને બદલે તેમને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટનું કદ વધશે.
કોર્ટના અનાદરના ગુનામાં પ્રશાંત ભૂષણ વિરુદ્વ મહત્તમ 6 મહિના સુધીની કેદ અથવા 2 હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા થઇ શકે છે.
(સંકેત)