- ભારતમાં દૈનિક ધોરણે કોરોનાના 60 હજારથી વધુ કેસ આવે છે
- ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ સંક્રમણનું કારણ જણાવ્યું
- લોકો માસ્ક ના પહેરતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધ્યું
- લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન: ICMR
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. દૈનિક ધોરણે સમગ્ર દેશમાં 60 હજારથી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. દેશમાં કુલ કોરોનાના કેસ 31 લાખને પાર થઇ ચૂક્યા છે. અનલોક બાદ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ ઝડપી વધી રહેલા કેસોનું કારણ જણાવ્યું છે.
આ અંગે ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કેટલાક બેજવાબદાર લોકો માસ્ક નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ કારણોસર દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ICMRએ બીજો રાષ્ટ્રીય સર્વે શરૂ કર્યો છે જે સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરવામાં આવશે.
દેશમાં યુવાનો કે વૃદ્વો નિયમોનું પાલન નથી કરી રહ્યા તેવું કહેવું યોગ્ય નથી પરંતુ કેટલાક બેજવાબદાર કે ઓછા જાગૃત લોકો માસ્ક નથી પહેરી રહ્યા અને સામાજીક અંતરનું પાલન નથી કરી રહ્યા. તેને કારણે ભારતમાં મહામારી વધી છે તું ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું હતું.
મહત્વનું છે કે, કોરોનાના ટેસ્ટમાં વધારો થયો છે પરંતુ સંક્રમણના દરમાં ઘટાડો થયો છે. પ્રથમવાર દેશમાં 24 કલાકમાં 6,423નો ઘટાડો આવ્યો છે. દૈનિક ધોરણે 10 લાખ 600 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
(સંકેત)