- 1 ડિસેમ્બરથી રાજધાની, શતાબ્દી એકસપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર
- 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે
- અહીંયા જાણો કઇ ટ્રેનના સમયપત્રકમાં કરાયો ફેરફાર
1 ડિસેમ્બરથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના સમયપત્રકમાં ફેરફાર થયો છે. પશ્વિમ રેલવેએ મુંબઇથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ ભારતીય રેલવેએ 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની લોકોની માંગને જોતા આગળ પણ દોડાવવાનો નિર્ણય લીધો છે.
શતાબ્દી, રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇથી દોડનારી અનેક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમય પણ બદલાયા છે.
મુંબઈથી દોડનારી એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
यात्रियों की सुविधा के लिए पश्चिम रेलवे द्वारा बांद्रा टर्मिनस – झाँसी और बांद्रा टर्मिनस – जबलपुर साप्ताहिक स्पेशल ट्रेनों की परिचालन अवधि को बढ़ाया गया है। pic.twitter.com/ulLTCJDZlu
— Western Railway (@WesternRly) December 1, 2020
તે ઉપરાંત પશ્વિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 14 અન્ય ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને 214 વધારાની સેવાઓ સાથે આગળ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે.
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચાલુ રહેશે
(સંકેત)