1. Home
  2. revoinews
  3. રેરા છત્તાં ફ્લેટ ખરીદનારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રાહત માંગવાનો અધિકાર: SC

રેરા છત્તાં ફ્લેટ ખરીદનારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રાહત માંગવાનો અધિકાર: SC

0
Social Share
  • રિયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ (રેરા)ને લઇને સુપ્રીમે કહ્યું
  • અધિનિયમને લાગૂ કરવા છત્તાં ફ્લેટ ખરીદદારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રાહત માંગવાનો અધિકાર
  • ફ્લેટ ફાળવણીમાં મોડું થવાની સ્થિતિમાં ખરીદદારને યોગ્ય વળતર પરત મેળવવાનો અધિકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ (રેરા), 2016ને લઇને એક નિર્ણયમાં કહ્યું છે કે આ અધિનિયમને લાગૂ કરવા છત્તાં ફ્લેટ ખરીદદારને રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા સેવામાં બેદરકારી વર્તવા પર ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ રાહત માંગવાનો અધિકાર છે.

આ અંગે જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ વિનીત શરણની પીઠે કહ્યું કે રેરાની ધારા 79 ગ્રાહક ફોરમને ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમની જોગવાઇ હેઠળ કોઇ પણ ફરિયાદ પર વિચાર કરતા પ્રતિબંધન નથી લગાવતી. ફોરમને ફ્લેટ ફાળવણીમાં મોડું થવાની સ્થિતિમાં ખરીદદારને યોગ્ય વળતર અપાવવાનો અધિકાર છે.

રેરા અધિનિયમ, 2016ની જોગવાઇ પર ધ્યાન કર્યા બાદ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદની ઇચ્છા સ્પષ્ટ હતી કે ખરીદદારની પાસે વિકલ્પ અથવા વિવેકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તે ગ્રાહક અધિનિયમ હેઠળ યોગ્ય કાર્યવાહી શરૂ કરવા ઇચ્છે છે અને રેરા અધિનિયમ હેઠળ એક અરજી દાખલ કરવા ઇચ્છે છે.

કોર્ટે મેસર્સ ઈન્પીરિયા સ્ટ્રક્ચર્સ લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્દેશોની વિરુદ્ધ દાખલ અરજીનો ફગાવી દીધી છે. જેનાથી ગુરુગ્રામ પરિયોજનામાં મોડું થવા પર ખરીદદારોને 50-40 હજાર રુપિયાના વળતરની રકમ ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

મુખ્ય અદાલતે ડેવલપર્સ તરફથી કરવામાં આવેલી દલીલોને ફગાવતા કહ્યું કે જો પરિયોજના રેરા હેઠળ રજિસ્ટર્ડ છે એટલા માટે અન્ય કાર્યવાહીની પરવાનગી નહીં આપવી જોઇએ. રેરા અધિનિયમની કલમ 79 હેઠળ સિવિલ કોર્ટમાં કેસ અથવા કાર્યવાહી પર પ્રતિબંધ લગાવે છે. જો કે કલમ 88માં કહેવામાં આવ્યું છે કે રેરા અધિનિયમ એક અતિરિક્ત જોગવાઇ છે. રેરા અન્ય કાયદાની જોગવાઇ પર નિયંત્રણ ના લગાવી શકે.

નોંધનીય છે કે, ગુરુગ્રામના એક પ્રોજેક્ટમાં ખરીદદારે ફ્લેટ બૂક કરાવ્યો હતો. વર્ષ 2013માં બિલ્ડર્સ બાયર્સ હેઠળ બિલ્ડર્સે સાડા 3 વર્ષમાં ફ્લેટ ફાળવવાનો હતો. કરારમાં જણાવ્યાનુસાર જો સમય પર ફ્લેટ ના ફાળવવામાં આવે તો બિલ્ડર્સને 9 ટકા વ્યાજ સાથે રિફંડ આપવું પડશે. વર્ષ 2016માં રેરા કાયદો અમલી બન્યો. બીજી તરફ ચાર વર્ષ વ્યતિત થયા પછી પણ પ્રોજેક્ટ પૂરો ના થવાના સંકેત મળતા ખરીદદારે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી રિફંડનો દાવો કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code