1. Home
  2. revoinews
  3. સંવિધાન દિવસ પર PM મોદી બોલ્યા – દેશને હવે વન નેશન વન ઇલેક્શનની આવશ્યકતા છે
સંવિધાન દિવસ પર PM મોદી બોલ્યા – દેશને હવે વન નેશન વન ઇલેક્શનની આવશ્યકતા છે

સંવિધાન દિવસ પર PM મોદી બોલ્યા – દેશને હવે વન નેશન વન ઇલેક્શનની આવશ્યકતા છે

0
Social Share
  • સંવિધાન દિવસ પર PM મોદીએ કેવડિયામાં યોજાયેલ કાર્યક્રમને કર્યો સંબોધિત
  • પીએમ મોદીએ વન નેશન વન ઇલેક્શનની વાત પર મૂક્યો ભાર
  • વન નેશન વન ઇલેક્શન એ પ્રવર્તમાન સમયની જરૂરિયાત છે: PM મોદી
  • આજે ભારત નવી નીતિ-રિતીની સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું: PM મોદી

નવી દિલ્હી: સંવિધાન દિવસના પ્રસંગે પીએમ મોદીએ કેવડિયામાં યોજાયેલ એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યો હતો. આજે 26/11 મુંબઇ હુમલાની પણ વરસી હોવાથી પીએમ મોદીએ મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપતા કહ્યું કે, આપણે એ જખ્મ ભૂલી શકતા નથી. આ સાથે જ પીએમ મોદીએ ફરી એક વખત વન નેશન વન ઇલેક્શનની વાત પર ભાર મૂક્યો હતો અને તેને સમયની જરૂરિયાત ગણાવી હતી.

જુઓ PM મોદીનું સંબોધન

પીએમ મોદીએ મુંબઇ હુમલા વિશે કહ્યું હતું કે, વર્ષ 2008માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઇ પર હુમલો કર્યો હત. આ હુમલામાં અનેક લોકોના જીવ ગયા હતા. આજે ભારત નવી નીતિ-રિતીની સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું છે.

સંવિધાન દિવસના પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, સંવિધાનની રક્ષામાં ન્યાયપાલિકાની અગત્યની ભૂમિકા છે. 70ના દાયકામાં તેને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સંવિધાને તેનો જવાબ આપ્યો હતો. કટોકટીના કાળ બાદ સિસ્ટમ વધુ સક્ષમ થતી ગઇ અને તેમાંથી આપણને ઘણુ બધુ શીખવાની તક સાંપડી.

વન નેશન, વન ઇલેક્શન પર ભાર મૂકતા PM મોદીએ કહ્યું હતું કે, વન નેશન, વન ઇલેક્શન આજે ભારતની જરૂરિયાત બની ગયું છે. દેશમાં દરેક મહિનામાં ક્યાંકને ક્યાંક ઇલેક્શન થતા રહે છે. આવામાં તેના પર મંથન થવું જોઇએ. PM મોદીએ કહ્યું કે, હવે આપણે સમગ્ર રીતે ડિજીટલકરણ તરફ વધવું જોઇએ. કાગળનો ઉપયોગ બંધ કરવો જોઇએ. સ્વતંત્રતાના 75 વર્ષને જોતા હવે આ લક્ષ્યાંક નિર્ધારિત કરવું જોઇએ.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેક નાગરિકે સંવિધાનને સમજવું જોઇએ. તેના હિસાબથી ચાલવું જોઇએ. લોકોએ KYC અર્થાત્ Know your Constitution પર બળ આપવું જોઇએ. વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન જનભાગીદારી કેવી રીતે વધે, તેના પર મંથન કરવું જોઇએ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code