- કોરોના મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઇન કરાયું
- પીએમ મોદી આજે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ઓનલાઇન કરશે સંબોધિત
- આતંકવાદ વિરુદ્વ વૈશ્વિક કાર્યવાહી મજબૂત કરવાનો મુદ્દો અગ્રિમ રહેશે
પીએમ મોદી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ઓનલાઇન સંબોધિત કરશે. કોરોનાની મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું છે. સૂત્રોનુસાર પીએમ મોદીનું પહેલાથી રેકોર્ડ કરવામાં આવેલું સંબોધન ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હોલમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે આશરે નવ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 વાગ્યે) હશે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચાલી રહેલા 75માં સત્ર દરમિયાન ભારતની પ્રાથમિકતા આતંકવાદ વિરુદ્વ વૈશ્વિક કાર્યવાહીને મજબૂત કરવા પર ભાર આપવાની રહેશે.
Do watch PM @narendramodi’s address to the @UN General Assembly tomorrow (26th September) evening. https://t.co/UVTW2yscyM
— PMO India (@PMOIndia) September 25, 2020
પીએમ મોદી પોતાના સંબોધનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સમાવેશી અને જવાબદાર સમાધાનનું આહવાન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા દ્વારા ચીન પર નિશાન સાધવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સમાવેશી અને જવાબદાર સમાધાનથી નિશાન સધાશે.
મહત્વનું છે કે, ભારતને જાન્યુઆરી 2021થી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક અસ્થાયી સભ્યનું પદ મળ્યું છે. ભારત બે વર્ષ માટે UNSCનું અસ્થાયી સભ્ય છે. તેમાં પીએમ મોદી UNમાં ભારતના 5-S દ્રષ્ટિકોણથી આગળ વધી શકે છે. જેમાં સન્માન, સંવાદ, સહયોગ, શાંતિ અને સમૃદ્વિ સામેલ છે.
(સંકેત)