1. Home
  2. revoinews
  3. હવે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ-મીડિયા વેબસાઇટ સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે
હવે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ-મીડિયા વેબસાઇટ સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે

હવે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ-મીડિયા વેબસાઇટ સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે

0
Social Share
  • ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પણ હવે સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે
  • સૂચના-પ્રસારણ મંત્રાલયે ન્યૂઝ પોર્ટલ-મીડિયા વેબસાઇટનું નિયમન કરવાના નિયમ બનાવ્યા
  • સૂચના-પ્રસારણ મંત્રાલયે આ માટેનું નોટિફિકેશન પણ કર્યું જાહેર

નવી દિલ્હી: ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પણ સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે. હકીકતમાં, સૂચના અને પ્રસારણ મંત્રાલય (Information & Broadcasting Ministry)એ ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યૂલેટ કરવા માટે નિયમ બનાવી દીધા છે. મંત્રાલયે તે અંગેનું નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. નોટિફિકેશન મુજબ હવે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઇન કન્ટેન્ટ પ્રોવાઇડર સૂચના અને પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક મામલામાં વકાલત કરી હતી કે ઓનલાઇન માધ્યમોનું રેગ્યૂલેશન ટીવીથી વધુ આવશ્યક છે. હવે સરકારે ઓનલાઇન માધ્યમોથી ન્યૂઝ કે કોન્ટેન્ટ આપનારા માધ્યમોને મંત્રાલય હેઠળ લાવવાનું પગલું ભર્યું છે.

ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટ્સને રેગ્યૂલેટ કરવા માટે સરકારે 10 સભ્યોની કમિટીનું ગઠન કર્યું છે. તેમાં સૂચના તથા પ્રસારણ, કાયદા, ગૃહ, આઇટી મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશનના સચિવોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત MyGovના ચીફ એક્ઝિક્યુટિવ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને ઇન્ડિયન બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા કેન્દ્ર સરકારના સોગંધનામા મુજબ, દેશભરમાં સરકારે 385 ચેનલોને નિયમિત ન્યૂઝ ચેનલના લાઇસન્સ આપ્યા છે. આ ચેનલ સમાચારોની સાથે મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. તેમાં મુલાકાત, ડિબેટ કાર્યક્રમ અને જનતા સુધી જાણકારી પહોંચાડનારા અન્ય અનેક કાર્યક્રમ પણ હોય છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે 530 એવી ચેનલોને પણ લાઇસન્સ આપ્યા છે જેઓ પૂરી રીતે મનોરંજન, ખેલ અને ભક્તિ, અધ્યાત્મના કાર્યક્રમ પ્રસારિત કરે છે. આ ન્યૂઝ ચેનલોના આત્મ નિયમન માટે સૌથી પહેલા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન બનાવવામાં આવ્યું. તેમાં દેશની અનેક અગ્રણી ન્યૂઝ ચેનલ્સ સામેલ છે. તેનું સભ્યપદ ઇચ્છુક છે. તેની પ્રશાસનિક વ્યવસ્થાની આગેવાની સુપ્રીમ કોર્ટના જ સેવા નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અર્જુન કુમાર સીકારી કરી રહ્યા છે.

નોંધનીય છે કે, હજુ પણ 237 ચેનલ એવી છે જે બંનેમાંથી કોઈ પણ સંગઠનની સભ્ય નથી. આવી ચેનલોની વિરુદ્ધ આવતી ફરિયાદો, ગડબડીઓ કે બેદરકારી પર કાર્યવાહી કરવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આંતરિક મંત્રાલય સમિતિ બનાવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code