India-China Standoff: મોસ્કોમાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ, ચીને તેનું અક્કડ વલણ યથાવત રાખ્યું
- મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાઇ બેઠક
- આ બેઠક બાદ પણ ચીનનું સરહદ બાબતેનું વલણ અક્કડ જોવા મળ્યું
- ભારત હજુ પણ ડિપ્લોમેટિક રીતે સમાધાન કરવા ઇચ્છે છે
મોસ્કોમાં ગુરુવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે આ બેઠક બાદ બંને દેશો વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઓછો થઇ જશે. જો કે હાલની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ તો ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે અઢી કલાકની બેઠક બાદ પણ બીજિંગનું અક્કડ વલણ યથાવત્ જોવા મળ્યું છે. આ પરથી સ્થિતિમાં કોઇ ફેરફાર જોવા મળે કે તણાવ ઓછો થઇ જાય તેવી શક્યતા નહીવત બરાબર લાગી રહી છે.
ભારત હજુ પણ ઇચ્છે છે કે તણાવને ઓછો કરવા માટે ડિપ્લોમેટિક સમાધાન શોધવામાં આવે. તેઓએ કહ્યું કે ભારત હંમેશા ક્ષેત્રમાં શાંતિ કાયમ રાખવા માટે પ્રતિબદ્વ છે પરંતુ તેઓ પોતાના ક્ષેત્રના એક ઇંચ સાથે પણ સમજૂત નહીં કરે. ચીનના આ વલણને લઇને તમામ મોટા હોદ્દેદારોને જાણકારી આપી દેવામાં આવી છે.
During meeting with Chinese Foreign Minister Wang Yi, EAM S Jaishankar clearly conveyed that it expected full adherence to all agreements on the management of border areas & would not countenance any attempt to change the status quo unilaterally: Govt sources
— ANI (@ANI) September 10, 2020
પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે પાંચ સૂત્રીય યોજના પર સહમત થયા છે. જેમાં સરહદના પ્રબંધન સાથ જોડાયેલી હાલની સમજૂતી અને નિયમોનું પાલન કરવું, શાંતિ કાયમ રાખવી અને સ્થિતિને ખરાબ કરનારી કોઇપણ કાર્યવાહીથી બચવું સામેલ છે. વિદેશ મંત્ર એસ.જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની વચ્ચે મોસ્કોમાં ગુરુવાર સાંજે થયેલી મંત્રણામાં બંને દેશ આ યોજના પર સહમત થયા.
વિદેશ મંત્રાલયે એસ. જયશંકર અને વાંગની વચ્ચેની વાતચીત બાદ નિવેદનમાં કહ્યું કે, બંને વિદેશ મંત્રી એ વાત પર સહમત થયા કે હાલની સ્થિતિ કોઈના હિતમાં નથી, તેથી એ વાત પર સહમત થયા કે સરહદ પર તૈનાત બંને દેશોની સેનાઓને સંવાદ ચાલુ રાખવો જોઈએ, યોગ્ય અંતર રાખવું જોઈએ અને તણાવને ઓછો કરવો જોઈએ. સંયુક્ત નિવેદન અનુસાર, જયશંકર અને વાંગે સહમતિ દર્શાવી કે બંને પક્ષોને ભારત-ચીન સંબંધોને વિકસિત કરવા માટે બંને દેશના નેતાઓની વચ્ચે સધાયેલી સહમતિથી માર્ગદર્શન લેવું જોઈએ, જેમાં મતભેદોને વિવાદ નહીં બનાવવો સામેલ છે. આ વાતનો ઈશારો 2018 અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે થયેલી બે અનૌપચારિક શિખર મંત્રણાઓ સાથે હતો.
(સંકેત)