- વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી થઇ શકશે ઓનલાઇન નોંધણી
- નોંધણીની પ્રક્રિયા 1મેથી શરૂ થઇ અને છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે
- આ માટે વેબસાઇટ પણ બનાવવામાં આવી છે
વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરી શકાશે તેવું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. પદ્મ સન્માન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સેવા અને ઉપલબ્ધિઓ બદલ આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારો માટેની નોંધણી અથવા ભલામણ માત્ર ઓનલાઇન જ થઇ શકે છે. આ માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1મેના રોજ શરૂ થઇ અને છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.
પ્રજાસત્તાક દિવસ પર થશે ઘોષણા
આગામી વર્ષે પ્રજાસત્તાક દિવસ પર પુરસ્કારોની ઘોષણા કરવામાં આવશે. પદ્મ પુરસ્કારોમાં પદ્મ વિભુષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ ત્રણ સન્માનોની ગણના દેશના સર્વોચ્ચ સન્માનમાં થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી છેવાડાના માણસો સુધી આ સન્માન પહોંચ્યું છે. વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર પદ્મ પુરસ્કારોને છેવાડાના માણસો સુધી પહોંચાડવામાં પ્રતિબદ્ધ છે. દરેક નાગરિકો દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાનમાં લેવામાં આવશે. આ વેબસાઇટ પર અત્યાર સુધીમાં 8035 અરજી કરવામાં આવી છે.
(સંકેત)