- શુક્રવારે સુપ્રીમે પરીક્ષા અંગેની 6 રાજ્યની પુનિર્વિચાર અરજી ફગાવી
- નીટ અને જેઇઇની પરીક્ષા નક્કી કરેલા સમય પર જ યોજાશે: સુપ્રીમ કોર્ટ
- પરીક્ષા સ્થગિત કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકટમાં મૂકાશે: જસ્ટિસ અરુણ મિશ્રા
શુક્રવારે NEET અને JEE પરીક્ષા મોડી લેવા મામલે દાખલ કરાયેલી એક સમીક્ષા અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે, નીટ અને જેઇઇની પરીક્ષા નક્કી કરેલા સમય પર જ થશે. ગત મહિને દેશના 6 રાજ્યોએ આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમાં પંજાબ, ઝારખંડ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સામેલ હતા. આ રાજ્યોએ સુપ્રીમને પોતાના પરીક્ષા માટેના પોતાના આદેશની સમીક્ષા કરવા માંગ કરી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વકીલ સુનિલ ફર્નાન્ડિસના માધ્યમથી દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે NEET/JEE પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓની કોરોના સંકટ વચ્ચે પરીક્ષા લેવી શક્ય નથી. તેવામાં JEE અને NEET 2020 પરીક્ષા સ્થગિત કરવાની માંગણી સુપ્રીમમાં કરાઇ હતી.
Supreme Court refuses to entertain the review petition filed by ministers of six states, seeking review of the court's August 17 order to conduct NEET-UG and JEE (Mains) examinations. pic.twitter.com/3kKLm5VX3n
— ANI (@ANI) September 4, 2020
જો કે સુપ્રીમ કોર્ટે પરીક્ષા સ્થગિત કરવાની અરજી ફગાવી છે. આ નિર્ણય માટે બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે, પરીક્ષા સ્થગિત કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકટમાં મૂકાશે.
જસ્ટિસ અરુણ મિશ્રાએ અરજી ફગાવતા વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના વચ્ચે પણ જીવનને આગળ વધારતા રહેવું જોઇએ. આપણે ખાલી પરીક્ષા રોકી શકીએ છીએ, પણ આપણે આગળ વધવું જોઇએ. જો પરીક્ષા નહીં થાય તો શું તે દેશ માટે નુકસાનકારક સાબિત નહીં થાય? વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ગુમાવી દેશે.
NEET માટે એડમિટ કાર્ડ જાહેર
JEE મેન બાદ હવે NEET પ્રવેશ પરીક્ષા માટે પણ એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. હવે બંને પરીક્ષામાં કુલ 14 લાખથી વધુ ઉમેદવાર બેસસે.
નોંધનીય છે કે, JEE MAIN માટે રજિસ્ટ્રેશન કરનાર 8.58 લાખ ઉમેદવારોમાંથી 7.41 લાખ કેન્ડિડેંટ્સ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. NEETમાં પણ 15.97 લાખ ઉમેદવારોમાંથી 6.84 લાખ કેન્ડિડેટ્સ પાંચ કલાકની અંદર જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે.
(સંકેત)