- દેશના પીએમ નરેન્દ્ર મોદીના નામે વધુ એક સિદ્વિ
- સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનાર પહેલા બિન કોંગ્રેસી નેતા
- પીએમ મોદીએ પૂર્વ પીએમ વાજપેયીનો 2268 દિવસનો રેકોર્ડ તોડ્યો
દેશના પીએમ નરેન્દ્ર મોદીએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. વડા પ્રધાન મોદી બિન કોંગ્રેસી વડાપ્રધાનોમાં સૌથી લાંબા સમય સુધી એ પદ પર બેસનાર બની ગયા છે. તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના 2268 દિવસનો રેકોર્ડ તોડ્યો હતો.
આજે મોદીએ વાજપેયીનો કુલ સમયગાળો પાછળ છોડી દીધો હતો. સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન બનનારાઓમાં પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને ડૉ.મનમોહન સિંહનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પદના બીજા કાર્યકાળમાં મોદી હજુ પણ અડિખમ છે. ભાજપે એક નિવેદનમાં આ માહિતી આપી છે.
આપને જણાવી દઇએ કે વર્ષ 2014માં મોદીના નેતૃત્વમાં ભાજપે તમામ પક્ષોને મ્હાત આપી હહતી અને જંગી બહુમતીથી લોકસભાની ચૂંટણી જીતી હતી. ત્રણ દાયકામાં આટલી જંગી બહુમતીથી જીતનાર પણ ભાજપ પ્રથમ પક્ષ બન્યો હતો. નવી દિલ્હી આવતા પહેલાં મોદીએ વર્ષ 2001 થી સતત 13 વર્ષ સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી.
(સંકેત)