- સરકારે યોગ્ય લાભાર્થી સુધી સબસિડી વાળુ અનાજ મળે તે માટે લીધુ મહત્વનું પગલું
- સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 44 લાખ અવૈધ-નકલી રાશન કાર્ડ રદ કર્યા
- વર્ષ 2013થી મોટી સંખ્યામાં નકલી અને અવૈધ રાશન કાર્ડ હતા
નવી દિલ્હી: મોદી સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 43 લાખ 90 હજાર નકલી અને અવૈધ રાશન કાર્ડને રદ્દ કર્યા છે. સરકારના આ પગલાંથી યોગ્ય લાભાર્થીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સબસિડી વાળુ અનાજ આપવામાં આવશે. ખાદ્ય મત્રાલયના એક અધિકારી અનુસાર ડુપ્લીકેટ કાર્ડને ઓળખવું જરૂરી છે. વર્ષ 2013થી મોટી સંખ્યામાં નકલી અને ડુપ્લીકેટ રાશન કાર્ડ હતા. મોદી સરકાર સતત આ છેતરપિંડીને રોકવા માટે પ્રયાસરત છે.
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે રાશન કાર્ડના ડિજીટલીકરણ અભિયાનથી સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં પારદર્શી બનાવા અને દક્ષતામાં સુધાર આપવામાં મદદ મળી છે. અવૈધ રાશન કાર્ડને નીકાળવાની સાથે જ અમે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે પરિભાષિત કવરેજની અંદર નવા લાભાર્થીઓને જોડતા ગયા છીએ.
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અંદાજે 81.35 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે. આ દેશની વસતીનો અંદાજે બે તૃત્યાંશ ભાગ છે. હાલ અંદાજે 80 કરોડ લોકો આ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની હેઠળ દર મહિને 5 કિલો મફત અનાજ મેળવે છે.
NFSA હેઠળ સબસિડી દર પર 4.2 કરોડ ટન અનાજ અપાઇ રહ્યું છે. ઘઉંને 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવથી વહેંચવામાં આવે છે. તેમાંથી અતિરિક્ત PMGKAY હેઠળ દર મહિને 3.2 કરોડ ટન નિ:શુલ્ક અનાજ અપાય છે. કોરોના કાળમાં બંને સ્કિમ હેઠળ જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ યોજના પર ઝડપથી કામ કરી રહી છે. જેથી પ્રવાસી મજૂરોને ઝડપી ગતિએ આ યોજનાનો લાભ મળી શકે. આ યોજના હેઠળ દેશના કોઇપણ ભાગથી યોગ્ય વ્યક્તિ સરકારી સબસિડી પર રાશન મેળવી શકે છે.
(સંકેત)