Site icon hindi.revoi.in

લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર

Social Share

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે હવે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે.  કોવિડ-19ના સંકટને કારણે ભારતીય રિઝર્વ બેંક તરફથી લોન લેનાર લોકોને હપ્તા ચૂકવવામાં સમય આપવામાં આવ્યો હતો. આ માટે લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત પ્રમાણે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે 6 મહિના સુધીની આપવામાં આવેલી છૂટ પર વ્યાજ પરના વ્યાજ અને સામાન્ય વ્યાજ પરનો તફાવત સરકાર ભોગવશે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજના વ્યાજ પર આપવામાં આવેલી છૂટનો લાભ ગ્રાહકોને ઝડપથી આપવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સરકારે હવે તેને લઇને નિર્દેશો બહાર પાડ્યા છે.

નાણાકીય સેવા વિભાગ તરફથી જાહેર કરાયેલા દિશાનિર્દેશ પ્રમાણે લોન ધારકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર 29 ફેબ્રુઆરી સુધી 2 કરોડથી વધુ ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે.

કઇ લોન પર મળશે લાભ

ખાસ કરીને હોમ લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમ, વાહન લોન, MSME વગેરે માટે લેવામાં આવેલી લોનને વ્યાજ પર વ્યાજના છૂટનો લાભ મળશે. લોન એકાઉન્ટમાં પૈસા પરત આવશે.

મહત્વનું છે કે, જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે બેંકો આ માટે યોગ્ય લોન ધારકોના ખાતમાં સામાન્ય વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની રકમ વચ્ચેનો તફાવત હશે એટલી રકમ તેમના લોન ખાતામાં જ જમા કરશે. આ યોજનાનો લાભ એ તમામ લોન ધારકોને મળશે જેમણે આરબીઆઈ તરફથી 27મી માર્ચ, 2020ના રોજ જાહેર કરેલી લોન મોરેટોરિયમ સ્કિમનો આંશિક કે પૂર્ણ લાભ લીધો હતો.

(સંકેત)

Exit mobile version