1. Home
  2. revoinews
  3. મહત્વના સમાચાર, 1લી જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે FASTag ફરજીયાત
મહત્વના સમાચાર, 1લી જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે FASTag ફરજીયાત

મહત્વના સમાચાર, 1લી જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે FASTag ફરજીયાત

0
Social Share
  • દેશના કારચાલકો માટે મહત્વના સમાચાર
  • 1 જાન્યુઆરી, 2021થી તમામ ફોર વ્હીલર્સ માટે Fastag ફરજીયાત કરવામાં આવ્યું
  • રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંદર્ભે અધિસૂચના જાહેર કરી

નવી દિલ્હી: દેશના કારચાલકો માટે એક મહત્વના સમાચાર છે. તમામ ફોર વ્હીલર્સ માટે 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગને ફરજીયાત કરવામાં આવ્યું છે. રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના સંદર્ભે અધિસૂચના જાહેર કરી દીધી છે. તેમાં 1 ડિસેમ્બર 2017 પહેલા વેચવામાં આવેલ (M) અને (N) કેટેગરીના મોટર વાહન (વાહન પૈડા) માટે ફાસ્ટેગ ફરજીયાત કરી દીધું છે. તે માટે કેન્દ્રીય મોટર વાહન  અધિનિયમ 1989માં સંશોધન કરવામાં આવ્યા છે.  પહેલા 1 ડિસેમ્બર 2017 બાદ નોંધણી થયા બાદ પણ નવા ચાર પૈડાવાળા વાહનો માટે FASTag ફરજીયાત કરી દીધુ છે.

તે ઉપરાંત રાષ્ટ્રીય પરમિટ વાહનો માટે પણ 1 ઑક્ટોબર 2019થી ફાસ્ટેગ ચીપકાવવું ફરજીયાત કરવામાં આવી ચૂક્યું છે. તે ઉપરાંત ફોર્મ-51 (વીમા પ્રમાણ પત્ર)માં સંશોધન કરી નવા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેતા સમયે ફાસ્ટેગ હોવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે વીમા પ્રમાણપત્રમાં સંશોધનનો આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી પ્રભાવી થશે. દેશભરમાં ટોલ બૂથ પર ઇલેક્ટ્રોનિક રીતથી ચુંગી કરી એકત્રિત કરવા માટે ફાસ્ટેગની વ્યવસ્થા લાવવામાં આવી છે. ફાસ્ટેગ રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને NHAIની પહેલ છે. આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શન ટેકનિક છે.

ફાસ્ટેગ ગાડીઓના આગળના કાચ પર લાગી જાય છે જેથી ટોલ પ્લાઝા પરથી પસાર થવા સમયે ત્યાં લાગેલ સેંસર ફાસ્ટેગને રીડ કરી શકે. જ્યારે Fastag ધરાવતી કાર ટોલ પ્લાઝાથી પસાર થાય છે તો ટોલ ટેક્સ Fastag સાથે જોડાયેલા પ્રીપેડ અથવા બચત ખાતાથી ખુદ જ કપાઇ જાય છે.

ક્યાંથી ફાસ્ટેગ ઉપલબ્ધ થઇ શકે

NHAI અને 22 વિવિધ બેન્કથી FATSag સ્ટિકર ખરીદવામાં આવી શકે છે. આ Paytm, Amazon, અને Flipkart જેવા વિવિધા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. તે સિવાય Fino Payments Bank અને Paytm Payments Bank પણ FASTag જારી કરે છે.

આ રીતે રીચાર્જ કરી શકાય છે

જો FASTag NHAI પ્રીપેઇડ વોલેટ સાથે જોડાયેલ છે તો તેને ચેકના માધ્યમથી અથવા યુપીઆઈ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / એનઇએફટી / નેટ બેન્કિંગ વગેરેના માધ્યમથી રિચાર્જ કરી શકાય છે. જો બેંક ખાતાને ફાસ્ટટેગથી લિંક થાય છે. તો પૈસા સીધા ખાતામાંથી કાપી લેવામાં આવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code