– હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડએ હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ લૉન્ચ કર્યું
– તેનાથી ફોન રિસીવ કરી શકો છો
– ગીતો પણ સાંભળી શકાય છે
પ્રવર્તમાન સમયમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે ફેસ શીલ્ડ અનિવાર્ય બન્યું છે ત્યારે હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડ એ આઈજીએન- એચએફ સ્ટેટિક ફેસ શીલ્ડ નામનું એક અનોખું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ લૉન્ચ કર્યું છે.
આ ફેસ શિલ્ડની ખાસિયત
આ ફેશિયલ ની ખાસિયત એ છે કે યુઝર્સ પોતાના સ્માર્ટફોનથી ફેશનને મદદથી કનેક્ટ કરી શકે છે એક inbuilt speaker હોય છે જે ઈયરફોન ની તુલના માં બે કારણો હોઈ શકે છે તેનાથી ફોન કોલ રીસીવ કરી શકાશે અને ગીતો પણ સાંભળી શકાશે.
કંપની અનુસાર તેમનું હેન્ડ્સ ફ્રી શીલ્ડ યુઝર્સને પોતાના સ્માર્ટફોનના સંપર્કથી બચવામાં મદદ કરશે, જે કોવિડ-19 ના વાહક પૈકીનું એક છે. કંપની એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ પોતાની વેબસાઇટ પરથી તેનું વેચાણ કરશે. તેની કિંમત 1879 રૂપિયા છે.
સ્ટીલબર્ડ IGN-1 HF Static Face Shieldને બેટરીની જરૂર નથી અને તમામ મોબાઇલ ફોનની સાથે કામ કરશે, શરત માત્ર એટલી કે તેમાં 3.5 mm સ્પીકર જેક હોવો જોઈએ. ડિવાઇસ એડજસ્ટેબલ ઇયર પેડની સાથે આવે છે જેનાથી કોઈ પણ વ્યક્તિના કાનમાં સરળતાથી ફિટ થઈ જશે. આ ઉપરાંત, શીલ્ડ માઇક્રોફોનના માધ્યમથી હાઇ ક્વોલિટી સાઉન્ડ અને ઘોંઘાટ કેન્સલેશન કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. IP5 વોટર રેસિસ્ટેન્ટ તેને વોટરપ્રૂફ બનાવે છે.
નોંધનીય છે કે હાલમાં સમગ્ર દેશ કોરોના સંક્રમણ સામે લડાઇ લડી રહ્યો છે ત્યારે આ ફેસ શીલ્ડ કોરોના વાયરસના સંક્રમણથી બચાવશે. તમે તેનાથી કોલ પર વાત કરી શકશો તેમજ ગીતો પણ સાંભળી શકશો.
(સંકેત)