- ઑક્ટોબર મહિનાથી દેશમાં અનેક નિયમોમાં થશે ફેરફાર
- નિયમોમાં બદલાવથી આપના પર થશે તેની પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ અસર
- સ્વાસ્થ્ય વીમો, વિદેશમાં મોકલવામાં આવતા નાણાં સહિતના નિયમોમાં થશે ફેરફાર
ટૂંક સમયમાં ઑક્ટોબર મહિનાની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે આ મહિનાના પ્રારંભથી જ દેશમાં કેટલાક નિયમો બદલવા જઇ રહ્યા છે જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે તમારા ખિસ્સા પર અસર કરશે. તેમાં રાંધણ ગેસ, પ્રાકૃતિક ગેસની કિંમત, સ્વાસ્થ્ય વીમો, વિદેશમાં મોકલવામાં આવતી ટીસીએસ જેવા નિયમોમાં ફેરફાર સામેલ છે.
આવો જાણીએ ક્યાં નિયમો બદલાશે અને તેની તમારા પર શું અસર થશે.
મોટર વ્હીકલ એક્ટ સંબંધિત નિયમોમાં બદલાવ
1 ઑક્ટોબરથી વાહન સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે લાઇસન્સ, ડોક્યુમેન્ટ્સની નોંધણી, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ વગેરે સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથમી મેન્ટેન કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક પોર્ટલ મારફતે કમ્પાઉન્ડિંગ, ઇમ્પાઉન્ડિંગ, એન્ડોર્સમેન્ટ, લાઇસન્સનું સસ્પેંશન અને રિવોકેશન, રજીસ્ટ્રેશન અને ઇ-ચાલન જાહેર કરવા જેવા કામ કરવા પડશે. મોટર વાહન કાનૂન 1 ઑક્ટોબરથી લાગુ કરાશે.
ખાવા-પીવાની ગુણવત્તાને લઇને નવા નિયમો
સ્થાનિક દુકાનો અને મીઠાઇની દુકાનો પર હવે ખાવા પીવાની ગુણવત્તામાં સુધારો લાવવાના હેતુસર સરકાર નવા નિયમો લાવી રહી છે. જે મુજબ સ્થાનિક મીઠાઇની દુકનાઓએ તેમની ખુલ્લી પડેલી મીઠાઇ અને તેના ડબ્બા પર મીઠાઇ બનવાની તારીખ અને તેના ઉપયોગની તારીખ લખવી પડશે.
વિદેશમાં નાણાં મોકલવા પર ચૂકવવો પડશે ટેક્સ
કેન્દ્ર સરકારે વિદેશમાં નાણાં મોકલવા માટે જોડાયેલા ટેક્સ મામલે પણ 1 ઑક્ટોબરથી નવા નિયમો લાગુ કરશે. આ નિયમ અનુસાર વિદેશમાં તમારા બાળકોને તમારે પૈસા મોકલવા હશે કે પછી સંબંધીને મોકલવા હશે તો તે રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ અને સોર્સનું વધારાની ચૂકવણી કરવી પડશે. ફાઇનાન્સ એક્ટ, 2020 મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની લિબરલાઇઝ્ડ રેમિટેંસ સ્કીમ હેઠળ વિદેશ પૈસા મોલકતા વ્યક્તિને ટીસીએસ આપવું પડશે. જણાવી દઇએ કે એલઆરએસ હેઠળ 2.5 લાખ ડોલર જેટલી વાર્ષિક રકમ તમે મોકલી શકો છો તેની પર કોઇ ટેક્સ નથી લાગતો. આને જ ટેક્સ દાયરામાં લાવવા માટે ટીસીએસ આપવો પડશે.
ઇમ્પોર્ટ ડ્યૂટીની છૂટ નાબૂદ કરશે
કેન્દ્ર સરકાર ઓપન સેલના ઇમ્પોર્ટ પર 5 ટકા કસ્ટમ ડ્યૂટીની છૂટને 30 સપ્ટેમ્બરથી દૂર કરશે. જેથી 1 ઑક્ટોબરથી બહારથી આવતા ટીવીની કિંમત હવે વધુ મોંઘી થશે.
સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં બદલાવ
વીમા નિયામક IRDAIના નિયમોનુસાર સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં એક મોટો બદલાવ થશે. 1 ઑક્ટોબરથી તમામ નવા સ્વાસ્થ્ય વીમા પોલિસી હેઠળ સરળ દરે વધુ બિમારીઓના કવર ઉપલબ્ધ થશે. આ બદલાવ સાથે સ્વાસ્થ્ય વીમા પોલિસીની સ્ટાન્ડર્ડાઇઝ્ડ અને ગ્રાહક કેન્દ્રિત બનાવવામાં આવશે.
(સંકેત)