- કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી
- CBIએ ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા
- મની લોન્ડરિંગના કેસને લઇને CBIએ દરોડા પાડ્યા
નવી દિલ્હી: કર્ણાટકના કૉંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી છે. CBIની ટીમે ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના કથિત મામલામાં CBI ડી કે શિવકુમારના કર્ણાટક અને મુંબઇ સહિત અન્ય સ્થળો પર આવેલા ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ CBIની ટીમો બેંગ્લુરુમાં ડી કે શિવકુમાર અને તેમના ભાઇ સાંસદ ડી કે સુરેશ સાથે જોડાયેલી 15 ઇમારતો પર દરોડા પાડી રહી છે.
CBI raids are underway at the residence of DK Suresh too – Congress MP and brother of party's Karnataka chief DK Shivakumar, in Bengaluru. https://t.co/KzR40IyVSy
— ANI (@ANI) October 5, 2020
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ED તરફથી ઇન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ ચોરીના આરોપના આધાર પર એક મની લોન્ડરિંગ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઇડીને કેટલીક જરૂરી જાણકારી મળી હતી. EDએ આ જાણકારી CBIને આપી હતી. સૂત્રોનુસાર CBI આ મામલામાં આ દરોડાની કાર્યવાહી કરી રહી છે.
સીબીઆઈ તરફથી ડીકે શિવકુમાર અને તેમના ભાઈ ડીકે સુરેશ સાથે જોડાયેલી ઈમારતો પર સોમવાર સવારે 6 વાગ્યાથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંને ઉપરાંત તેના નજીકના ઇકબાલ હુસૈનના ઠેકાણાઓ ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
(સંકેત)