1. Home
  2. revoinews
  3. બ્રિક્સમાં PM મોદીએ પાક. પર સાધ્યું નિશાન – આતંકને સમર્થન આપનાર દેશોનો થાય વિરોધ
બ્રિક્સમાં PM મોદીએ પાક. પર સાધ્યું નિશાન – આતંકને સમર્થન આપનાર દેશોનો થાય વિરોધ

બ્રિક્સમાં PM મોદીએ પાક. પર સાધ્યું નિશાન – આતંકને સમર્થન આપનાર દેશોનો થાય વિરોધ

0
Social Share
  • પીએમ મોદીએ બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો
  • પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું
  • પીએમ મોદીએ યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં પણ ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી: પીએમ મોદીએ મંગળવારે બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાડોશી દેશ પાકિસ્તાન પર શાબ્દિક નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત પીએમ મોદીએ ફરી એકવાર યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો છે.

PM મોદીનું બ્રિક્સ સંમેલન ખાતે સંબોધન

વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ગ્લોબલ ગવર્નેંસની ક્રેડિબિલિટી અને ઇફેક્ટિવનેસ બંન્ને પર સવાલ ઉઠી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે તેમાં સમયની સાથે યોગ્ય ફેરફાર કરવામાં આવ્યા નથી. તે હજુ પણ 75 વર્ષ જૂના વિશ્વની માનસિકતા અને વાસ્તવિકતા પર આધારિત છે. ભારતનું માનવું છે કે યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફાર ખૂબ આવશ્યક છે. આ વિષય પર અમને અમારા બ્રિકસ પાર્ટનરના સહયોગની અપેક્ષા છે.

આતંકવાદનો મુદ્દો ઉઠાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. આપણે તે નક્કી કરવું પડશે કે આતંકવાદીઓને સમર્થન અને સમર્થન આપનાર દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાનો સંગઠિત રીતે મુકાબલો કરવામાં આવે. અમને ખુશી છે કે રશિયાની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજીને અંતિમ રૂપથી આપવામાં આવે. આ એક મોટી સિદ્વિ છે. ભારત આ કાર્યને પોતાની અધ્યક્ષતા દરમિયાન વધુ આગળ વધારશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code