1. Home
  2. revoinews
  3. સ્વતંત્રતા દિવસ સમારોહ 2020: વાંચો PM મોદીના સંબોધન સહિત આજના સમારોહની દરેક અપડેટ્સ
સ્વતંત્રતા દિવસ સમારોહ 2020: વાંચો PM મોદીના સંબોધન સહિત આજના સમારોહની દરેક અપડેટ્સ

સ્વતંત્રતા દિવસ સમારોહ 2020: વાંચો PM મોદીના સંબોધન સહિત આજના સમારોહની દરેક અપડેટ્સ

0
Social Share

કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે પીએમ મોદી લાલ કિલ્લા પર યોજાયેલા 74માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસના અવસર નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજ વંદન બાદ દેશને પણ સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને તેમના 86 મિનિટના સંબોધનમાં આત્મનિર્ભર, આત્મનિર્ભર ભારત, કોરોના સંકટ, આતંકવાદ, રિફોર્મ,મધ્યમવર્ગ અને કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આત્મનિર્ભર ભારત પર વધારે ભાર આપ્યો. આ શબ્દનો 30 વખત ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે.

વડાપ્રધાનને સલામી આપનાર ગાર્ડ ઑફ ઑનરમાં નૌસેના, વાયુસેના, સેના અને દિલ્હી પોલિસથી એક એક અધિકારી અને 24 જવાન સામેલ હતા.  સ્વતંત્રતા દિવસને લઇને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસને કારણે સોશિયલ ડિસટન્સિંગ સહિતની અનેક તકેદારી લેવાઇ હતી. પીએમનું સંબોધન સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ રાષ્ટ્રગીત ગાયું હતું. દરેક ઉપસ્થિત લોકો પોતાના સ્થાને ઉભા થશે અને રાષ્ટ્રગીતના ગાનમાં સામેલ થયા હતા.

વાંચો સ્વાતંત્ર્ય પર્વના સંપૂર્ણ સમારોહની દરેક અપડેટ્સ

અટારી-વાઘા બોર્ડર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

NCC કેડેટ્સને વિશેષ તાલીમ અપાશે

પીએમ મોદીએ કહ્યું હતું કે, હવે NCCનો વિસ્તાર દેશની 173 સીમા અને તટવર્તી જીલ્લા સુધી સુનિશ્વિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અંદાજે 1 લાખ નવા NCC કેડેટ્સને વિશેષ તાલીમ આપવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને એક તૃત્યાંશ પુત્રીઓને ખાસ તાલીમ આપવામાં આવશે.

પીએમ મોદીએ દેશના દ્વીપોને લઇને કહ્યું કે આવનારા 1000 દિવસમાં લક્ષદ્વીપને પણ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડી દેવામાં આવશે.

ભારત સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે સજ્જ

દેશની સુરક્ષા પર જણાવતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત જેટલો પ્રયત્ન શાંતિ અને સોહાર્દ માટે છે, તેટલી જ કટિબદ્ધતા પોતાની સુરક્ષા માટે છે. પોતાની સેનાને મજબુત બનાવાની છે. ભારત હવે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર માટે પુરી ક્ષમતા સજ્જ થઇ ગયું છે.

ભારતનું સાર્વભૌમત્વનું સન્માન આપણા માટે સૌથી પહેલા

પીએમ મોદીએ કહ્યું ભારતની સાર્વભૌમત્વનું સન્માન આપણા માટે સર્વોચ્ચ છે. આ સંકલ્પ માટે આપણા વીર જવાન શું કરી શકે છે, દેશ શું કરી શકે છે, તે લદ્દાખમાં દુનિયાએ જોયું છે.

જેને પણ LOC થી લઇને LaC પર નજર નાંખી, તેમને જડબાતોડ જવાબ મળ્યો

પીએમ મોદીએ દેશની સુરક્ષાને લઇને કહ્યું કે LOC થી લઇને LaC દેશની સંપ્રુભતા પર જેણે પણ નજર બગાડી છે, તેને દેશે અને દેશની સેનાએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.

લદ્દાખ વિકાસનની નવી ઉંચાઇએ પહોંચવા આગળ વધી રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને ત્યાંના લોકોની વર્ષો જૂની માંગણીને પુરી કરવામાં આવી. હિમાલયની ઉંચાઇમાં આવેલ લદ્દાખ આજે વિકાસનની નવી ટોચ પર પહોંચવા આગળ વધી રહ્યું છે.

કલમ 370 હટાવ્યાંને એક વર્ષ પુરુ,આ નવી વિકાસયાત્રાનું વર્ષ

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાંને એક વર્ષ પુરુ થઇ ગયું છે. જેના પર પીએમ મોદીએ કહ્યું કે આ એક વર્ષ જમ્મૂ-કાશ્મીરમાં એક નવી વિકાસ યાત્રાનું વર્ષ છે. આ એક વર્ષ જમ્મૂ-કાશ્મીરમાં મહિલાઓ, દલિતોને મળેલા અધિકારનું વર્ષ છે. આ જમ્મૂ-કાશ્મીરના શરણાર્થીઓની ગરિમાપૂર્ણ જીવનનું એક વર્ષ છે.

દેશમાં ત્રણ વેક્સીન પર ચાલી રહ્યું છે કામ

કોરોના વેક્સીન પર જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં કોરોનાની એક નહીં, બે નહીં ત્રણ-ત્રણ વેક્સીન હાલના સમયમાં ટેસ્ટિંગના અલગ-અલગ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી જ્યારે મળશે, દેશમાં તૈયાર કરવામાં આવેલી આ વેક્સીનનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે.

ભારતના નિર્માણ માટે મળી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ ક્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં, આધુનિક ભારતના નિર્માણમાં, નવા ભારતના નિર્માણમાં, સમૃદ્ધ અને ખુશહાલ ભારતના નિર્માણમાં, દેશની શિક્ષાનું મોટું મહત્વ છે. આ વિચાર સાથે દેશમાં એક નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ મળી છે.

1000 દિવસમાં દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે

ઓપ્ટિકલ ફાઇબર અંગે પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં માત્ર 5 ડઝન પંચાયત ઓપ્ટિકલ ફાઇબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં દેશના દોઢ લાખ ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવી. આવનારા 1000 દિવસમાં આ લક્ષ્યને પુરુ કરવામાં આવશે. આવનારા 1000 દિવસમાં દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે.

આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર ભારત મહત્વની પ્રાથમિકતા

પીએમ મોદીએ કૃષિ સેકટર પર કહ્યું કે આત્મનિર્ભર ભારતની એક મહત્વની પ્રાથમિકતા છે. આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત. દેશના ખેડૂતોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર આપવા માટે કેટલાંક દિવસ પહેલા 1 લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ બનવામાં આવ્યું છે.

દરરોજ 1  લાખથી વધારે ઘરમાં પાણીના કનેકશન જોડાઇ રહ્યાં છે

પીએમ મોદીએ કહ્યું આ જ લાલ કિલ્લા પરથી મે જલ જીવન મિશનની જાહેરાત કરી હતી. આજે આ મિશન હેઠલ હવે દરરોજ 1 લાખથી વધારે ઘરોમાં પાણીના કનેકશન જોડવામાં સફળતા મળી રહી છે.

પીએમ મોદી દેશને કરી રહ્યા છે સંબોધિત

પીએમ મોદી અત્યારે રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું, મારા વ્હાલા દેશવાસીઓ આપને આ પાવન પર્વ પર આપ દરેકને અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પીએમ મોદીએ કુદરતી આપત્તિઓનો સામનો કરી રહેલા દેશના કેટલાક ભાગો પ્રત્યે સંવેદન વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જરૂરિયાતના આ સમયમાં તેઓ દરેક નાગરિકની સાથે છે.

ભારતમાં વિદેશી રોકાણે અત્યારસુધીના દરેક રેકોર્ડ તોડ્યા: PM

પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકતા કહ્યું હતું કે, આજે વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં આવી રહી છે. આપણે મેક ઇન ઇન્ડિયાની સાથોસાથ મેક ફૉર વર્લ્ડના મંત્રની સાથે આગળ વધવાનું છે. આ શક્તિને, આ રિફોર્મ્સ અને તેનાથી પ્રાપ્ત થયેલા પરિણામોને જોઇ રહી છે. ગત વર્ષે, ભારતમાં FDI એ અત્યારસુધીના દરેક રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં વિદેશી રોકાણમાં 18 ટકા સુધીનો વધારો થયો છે. આ વિશ્વાસ આ રીતે નથી આવતો. વન નેશન વન ટેક્સ, ઇનસોલ્વન્સી અને બેંક્રપ્ટસી કોડ, બેંકોનું મર્જર આજે દેશનું સત્ય છે.

ભારતને આત્મનિર્ભર બનવું જ પડશે: PM

પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત વિશે વાત કરતા કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો. આત્મનિર્ભર ભારત દેશવાસીઓના મન પર છવાયેલું છે. આજે આ એક માત્ર શબ્દ કરતા વિશેષ 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર પણ બની ચૂક્યો છે. આજે દુનિયા ઇંટર-કનેક્ટેડ છે. સમયની માંગ છે કે વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું યોગદાન વધારવું જોઇએ. આ માટે ભારત એ આત્મનિર્ભર બનવું જ પડશે. જ્યારે આપણી પાસે પોતાનું સામર્થ્ય હશે તો આપણે વિશ્વનું પણ કલ્યાણ કરી શકીશું. આજે દેશ અનેક પગલાં લઇ રહ્યું છે. આપ જોઇ શકો છો કે સ્પેસ સેક્ટરને ખોલી દેવામાં આવ્યું, દેશના યુવાઓને અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે. આપણે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કર્યું છે. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે વિસ્તારવાદી નીતિ ધરાવતા કેટલાક દેશોએ જ્યાં પણ અતિક્રમણ કરી શકાય ત્યાં સુધી અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતનું સ્વતંત્રતા આંદોલન દુનિયામાં એક પ્રેરણા પુંજ બની ગયું. દિવ્ય સ્તંભ બની ગયું અને વિશ્વમાં સ્વતંત્રતાની અલખ જાગી. મને વિશ્વાસ છે કે ભારત આત્મનિર્ભરના સપનાને સાકાર કરીને રહેશે. મને દેશની પ્રતિભા, સામર્થ્ય, યુવાઓ, માતૃ શક્તિઓ પર ભરોસો છે. મને ભારતની વિચારધારા તેમજ અભિગમ પર વિશ્વાસ છે. ઇતિહાસ પણ સાક્ષી છે કે ભારત એક વાર જે નિર્ધારિત કરે છે તે સંકલ્પશક્તિ સાથે હાંસલ કરીને જ રહે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ક્યાં સુધી આપણા દેશમાંથી ગયેલો કાચો માલ, ફિનિશ્ડ પ્રોડક્ટ વિદેશમાં બનીને ભારતમાં પરત આવતો રહેશે. વિસ્તારવાદીના વિચારએ કેટલાક દેશોને ગુલામ બનાવીને છોડ્યા છે. ભીષણ યુદ્વો તેમજ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ ભારત એ આઝાદીની જંગમાં જીત હાંસલ કરી છે.

આઝાદીનું પર્વ આપણા માટે આઝાદીના વીરોને યાદ કરીને નવા સંકલ્પોની ઉર્જાનું એક અવસર છે. આ આપણા માટે નવી ઉંમગ, ઉત્સાહ અને પ્રેરણા લઇને આવે છે. આગામી સ્વાતંત્ર્ય પર્વ જ્યારે આપણે ઉજવીશું તો ત્યારે સ્વતંત્રતાના 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. તે આપણા માટે મોટો અવસર હશે. ગુલામીનો કોઇ એવો સમય ન હતો જ્યારે ભારતમાં સ્વતંત્રતા માટે પ્રયાસ ના થયા હોય. પ્રાણ અર્પણ ના થયા હોય. સ્વતંત્રતાની લડત માટે જવાની જેલોમાં જ વ્યતિત કરી, દેશના આ વીરોને આપણે નમન કરીએ છીએ.

કોરોના વોરિયર્સને નમન કરું છું

પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સ્વતંત્ર ભારતમાં જે શ્વાસ લઇ શકીએ છીએ, તેના પાછળ માં ભારતીના લાખો પુત્ર-પત્રીઓનો ત્યાગ, બલિદાન તેમજ માં ભારતીને સ્વતંત્રતા અપાવવા માટેનું સમર્પણ રહેલું છે. આજે એ દરેક પ્રકારના સ્વતંત્રતા સેનાનીઓને, વીર શહીદોને નમન કરવાનું પર્વ છે. કોરોનાના સંકટ સમયમાં પોતાના જીવનની પરવા કર્યા વગર આપણા ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મી, સફાઇ કર્મચારીઓ, પોલિસકર્મીઓ, સેવાકર્મીઓ 24 કલાક નિરંતર કામ કરી રહ્યા છે. આ દરેક કોરોના વોરિયર્સને આજે હું નમન કરું છું.

કોરોના મહામારી વચ્ચે દેશના 130 કરોડ ભારતીયોએ એક આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.

પીએમ મોદીએ તે ભારતીયોના યોગદાન માટે શ્રદ્વાજંલિ અર્પણ કરી જેમણે આપણી સ્વતંત્રતાને જીતી છે. જેઓ આપણી સ્વતંત્રતાની રક્ષા કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે.

પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે, “કોરોનાના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મ:ની ભાવના સાથે, પોતાના જીવનની પરવા કર્યા વગર આપણા ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એબ્યુલન્સ કર્મી, સફાઇ કર્મચારીઓ, પોલિસકર્મીઓ, સેવાકર્મી, અનેક લોકો 24 કલાક નિરંતર કામ કરી રહ્યા છે.

પીએમ મોદીએ ધ્વજ ફરકાવ્યો

લાલ કિલ્લા પર પહોંચ્યા પીએમ મોદી

પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્વાંજલિ અર્પણ કરી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુભકામનાઓ પાઠવી

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પાઠવી

ગૃહમંત્રી અમિત શાહ એ સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પાઠવી

કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે મનાવવામાં આવી રહેલા 74માં સ્વતંત્રતા દિવસને લઇને લાલ કિલ્લા પર દરેક સુરક્ષાકર્મીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલા લાલ કિલ્લા પર સુરક્ષાની તપાસ કરી રહેલા સુરક્ષાકર્મીઓ.

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code