- NEET તેમજ JEE આપવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
- સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન સ્થગિત કરવાની અરજીને ફગાવી
- હવે આ સાથે પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપવામાં આવી
NEET અને JEEના પરીક્ષાર્થીઓ માટે અગત્યના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષાઓના આયોજનની વિરુદ્વ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ પરીક્ષાના આયોજનને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ન્યાયાધીશ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Mainsને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.
Supreme Court today dismissed a petition seeking the postponement of the National Eligibility cum Entrance Test (NEET) and Joint Entrance Examination (JEE), scheduled to be held in September 2020. pic.twitter.com/BPyjn8RlGC
— ANI (@ANI) August 17, 2020
આપને જણાવી દઇએ કે પરીક્ષાના આયોજનના વિરોધમાં 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ JEE Mains તેમજ NEETની પરીક્ષાનું આયોજન સ્થગિત કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં કોરોના સંકટ વચ્ચે પરીક્ષાનું આયોજન ના કરવામાં આવે. હાલમાં નિર્ધારિત તારીખો દરમિયાન આ પરીક્ષાનું આયોજન ના કરાય તેવી સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ વખતે મેડિકલ તેમજ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આવશ્યક NEET અને JEE Mains માટે કુલ 20 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે.
(સંકેત)