ભારત-ચીન સરહદ વિવાદ: સૈન્ય કમાન્ડરોને આદેશ, ચીની સૈનિક ઘૂસે તો તાત્કાલિક પાછા ધકેલો
– ભારત-ચીન સરહદ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
– ભારતીય સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવા આદેશ
– જો કે ચીની ઘૂસે તો તેને પાછા ધકેલવાનો પણ આદેશ અપાયો
ભારત અને ચીન વચ્ચે હાલમાં સરહદ પર તણાવ ચરમસીમાએ છે ત્યારે ભારતીય સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીની સૈનિકોને કોઈ પણ કિંમતે જ ભારતીય સરહદની અંદર ઘૂસવા ના દેવામાં આવે.
આપને જણાવી દઇએ કે ફિલ્ડ કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન શક્તિનું કારણ વગર પ્રદર્શન ન કરે. સૂત્રો અનુસાર વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચીની પક્ષ પોતાની તરફ ફાયરિંગ પ્રેક્ટિસ પણ કરી રહ્યું છે.
ભારતીય પક્ષે બ્રિગેડિયર સ્તરની સૈન્ય વાતચીત દરમિયાન ચીની સૈનિકો દ્વારા ભાલા અને ધારદાર હથિયાર સાથે રાખવાનો મામલો પણ ઉઠાવ્યો છે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે અંદાજે 50 હજાર સૈનિકો એકત્ર કરી રાખ્યા છે તેવું સૂત્રોનું કહેવું છે.
નોંધનીય છે કે, ફેસ ઓફની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે અનેકવાર બંને દેશ વચ્ચે મંત્રણા છતાં ચીન સતત અતિક્રમણનો પ્રયાસ કરી રહ્યું છે.
(સંકેત)