1. Home
  2. revoinews
  3. કોરોના કાળમાં ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીપંચે માર્ગદર્શિકા કરી જાહેર, આ દિશા-નિર્દેશોનું કરવું પડશે પાલન
કોરોના કાળમાં ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીપંચે માર્ગદર્શિકા કરી જાહેર, આ દિશા-નિર્દેશોનું કરવું પડશે પાલન

કોરોના કાળમાં ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીપંચે માર્ગદર્શિકા કરી જાહેર, આ દિશા-નિર્દેશોનું કરવું પડશે પાલન

0
Social Share
  • કોરોના કાળમાં યોજાનારી ચૂંટણીને લઇને ચૂંટણી પંચે માર્ગદર્શિકા કરી જાહેર
  • ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માસ્ક, સેનિટાઇઝર, ફેસ શીલ્ડનો ઉપયોગ ફરજીયાત કરવો પડશે
  • ઉમેદવાર ડિપોઝિટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે
કોરોના કાળમાં યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવાર સહિત ફક્ત પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચારમાં ભાગ લઇ શકશે. જાહેર રેલી કે રોડ શોની મંજૂરી ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના કોરોના અંગેની માર્ગદર્શિકા પ્રમાણે મળશે. ઉમેદવાર ડિપોઝિટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે.
જાણો શું છે ગાઇડલાઇન
ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા અનુસાર હવે ઉમેદવારી પત્ર ભરત વખતે ઉમેદવાર સાથે ફક્ત બે લોકો અને બે ગાડી લઇ જવાની છૂટ આપવામાં આવશે. મતગણતરી હૉલમાં સાતથી વધુ કાઉન્ટિંગ ડેસ્કની મંજૂરી નહીં મળે.

તે ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માસ્ક, ફેસ શીલ્ડ, સેનિટાઇઝર, થર્મલ સ્કેનર, ગ્લવ્ઝનો ઉપયોગ કરવાનો રહેશે. વધુમાં, દિવ્યાંગો અને 80 વર્ષથી વધારે ઉંમરના લોકો તેમજ કોરોના વાયરસને કારણે ફરજમાં રોકાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે.
બિહાર અને ગુજરાતમાં યોજાશે ચૂંટણી
મહત્વનું છે કે, બિહાર વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરના રોજ પૂર્ણ થવા જઇ રહ્યો છે ત્યારે નવેમ્બરમાં ગમે ત્યારે ચૂંટણી કરાવવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code