જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અબ્દુલ રહીમના મકાન પર ઈન્કટેક્સ વિભાગનો દરોડો
નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અબ્દુલ રહીમ રાઠેરના મકાન પર ઈન્કમટેક્સ વિભાગે દરોડો પાડયો છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ પ્રધાન રહેલા અબ્દુલ રહીમના શ્રીનગર ખાતેના નિવાસસ્થાન પર ઈન્કટેક્સ વિભાગના અધિકારી તપાસ કરી રહ્યા છે.
આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની સાથે પોલીસ પણ છે. દરોડો તેમના શ્રીનગર એરપોર્ટપાસે ફ્રેન્ડ્સ કોલોની નજીકના મકાન પર પાડવામાં આવ્યો છે.
ઈન્કમેટ્કસ વિભાગની તાજેતરના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આ બીજી સૌથી મોટી કાર્યવાહી છે. આના પહેલા શ્રીનગરના ડેપ્યુટી મેયર શેખ ઈમરાનના કાર્યાલય પર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈન્કમટેક્સ વિભાગે શેખ ઈમરાનના ત્રણ ઠેકાણા પર દરોડાની કાર્યવાહી કરી છે. તેમાથી બેંગાલુરુ અને દિલ્હીના ઠેકાણાનો પણ સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે આના પહેલા શ્રીનગર ખાતે બેંકના કોર્પોરેટ મુખ્યમથકમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ તલાશી અભિયાન ચલાવ્યું હતું. એસીબીના તલાશી અભિયાન બાદ રાજ્ય સરકારે શનિવારે ચેરમેન પરવેશ અહમદને અચાનક બરતરફ કર્યા હતા. આર. કે. છિબ્બરને વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.છિબ્બરે શનિવારે બેંકના નિદેશકોની બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી.