- સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે સુનાવણીની સમયમર્યાદા વધારી
- સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરી
- આ પહેલા 31 ઑગસ્ટ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલાની સુનાવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એસકે યાદવની ટ્રાયલનો સ્ટેટસ રિપોર્ટ જોયા બાદ આ સમય મર્યાદા વધારી છે. આ પહેલા 31 ઑગસ્ટ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો. આપને જણાવી દઇએ કે આ મામલે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત ઘણાં નેતાઓ આરોપી છે.
Supreme Court extends deadline for a month, till September 30, for CBI trial court in Lucknow to pronounce its judgement on cases against senior BJP leaders L K Advani, Murali Manohar Joshi, Uma Bharti & other leaders in Babri Masjid demolition case. SC gave the order on Aug 19. pic.twitter.com/KdZgNRWeiP
— ANI (@ANI) August 22, 2020
પ્રાપ્ત અહેવાલ અનુસાર 8મે રોજ કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલને પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ 2020 સુધીનો સમય આપ્યો હતો. તે સમયે કોર્ટે કહ્યું હતું કે લખનૌમાં CBIની ખાસ કોર્ટ ઑગસ્ટના અંત સુધીમાં મુકદ્દમો પૂર્ણ કરી નિર્ણય આપે. CBI કોર્ટ ઓગસ્ટની સમયમર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં. વિશેષ ન્યાયાધીશ એસકે યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને વધારે સમયની માંગણી કરી હતી.
મહત્વનું છે કે, વર્ષ 1992 બાબરી મસ્જીદ વિધ્વંસ મામલે વિશેષ CBI કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન નોંધ્યું હતું. અડવાણી લખનૌની ખાસ સીબીઆઇ કોર્ટ સામે વીડિયો લિંકના માધ્યમથી જોડાયા હતા. અડવાણીના વકીલે કહ્યું હતું કે, પોતાના વિરુદ્વ તમામ આરોપોનો તેમણે ઇનકાર કર્યો હતો.
(સંકેત)