- PM મોદી દ્વારા ચલાવાતી યોજનાઓથી 80 વર્ષના વૃદ્વ મહિલાએ લીધો નિર્ણય
- આ વૃદ્વ મહિલા પ્રશંસકે પોતાની 12 વીઘા જમીન PM મોદીના નામે કરવાનો લીધો છે નિર્ણય
- વૃદ્વ મહિલના દીકરાઓ તેમનું ધ્યાન નથી રાખી રહ્યા
- PM મોદી દ્વારા ચલાવાતી યોજનાઓ દ્વારા જ તેમનું ગુજરાન ચાલે છે
મેનપુરી: PM મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓથી પ્રભાવિત થઇને મેનપુરીની એક વૃદ્વ મહિલાએ અનોખો નિર્ણય લીધો છે. આ વૃદ્વ મહિલાએ પોતાની જમીન PM મોદીના નામે કરવાનો નિર્ણય લીધો છે. 80 વર્ષીય બિટ્ટન દેવીનું કહેવું છે કે તેમના દીકરા તેમનું ધ્યાન નથી રાખી રહ્યા અને તેમને હેરાન કરે છે. પીએમ મોદી તરફથી મળતી રાહતને કારણે તેનું ગુજરાન ચાલે છે. એવામાં તેઓ પોતાની સાડા 12 વીઘા જમીન તેમના નામે કરવા માગે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચિતાયનની રહેવાસી બિટ્ટન દેવી ગુરુવારે તાલુકા મથક પર પહોંચ્યા હતા અને તેમણે પોતાની જમીન પીએમ મોદીના નામે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પરિવારના લોકો તેમનું ધ્યાન નથી રાખતા પરંતુ મોદીએ તેમની તમામ સમસ્યાઓ દૂર કરી છે. તેમણે દર મહિને સમયસર પેન્શન, કરિયાણું અને ખેડૂત સન્માન નિધિ પ્રાપ્ત થાય છે, જેનાથી તેમનું જીવન નિર્વાહ ચાલે છે. તેથી તેઓ PM મોદીના નામે જમીન કરીને અન્ય લોકોને પણ સરકારી યોજનાનો લાભ પ્રાપ્ત થાય તેવું ઇચ્છે છે.
પહેલા તો વૃદ્વ મહિલાને વકીલે ખૂબ સમજાવ્યા, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે, અને તેઓ પોતાની તમામ જમીન પીએમ મોદીના નામે કરવા માગે છે. વકીલે મહિલાના ઘરવાળા સાથે વાત કરી અને વૃદ્વ મહિલાને પાછી આવવા માટેની વાત કહીને ઘરે મોકલી દીધા. તેમના આ નિર્ણયને કારણે તેમને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
(સંકેત)