- ટ્રેન બુકિંગ માટેની વેબસાઇટ્સ રેલ યાત્રીનું સર્વર હેક થયું હોવાની શક્યતા
- રેલ યાત્રી વેબસાઇટ્સના 7 લાખ યૂઝર્સનો ડેટા થયો લીક
- ડેટામાં ડેબિટ કાર્ડની વિગતો, ફોન નંબર, ઇમેઇલ આઇડી સામેલ
ટ્રેનની માહિતી માંડીને ટિકિટ બુકિંગ કરવા સુધીની સેવા માટે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ્સ રેલ યાત્રી પરથી સાત લાખ મુસાફરોની માહિતી લિક થઇ હોવાના અહેવાલ છે. આ માહિતીમાં મુસાફરોના ડેબિટ કાર્ડની વિગતો, યૂપીઆઇ ડેટા અને અંગત વિગતો સામેલ હતી. અંગત વિગતોમાં નામ, ફોન નંબર, ઇમેલ આઇડી અને ડેબિટ કાર્ડ નંબર જેવી વિગતો માહિતી સામેલ છે.
નેકસ્ટ વેબના એક અહેવાલ અનુસાર રેલ યાત્રી વેબસાઇટ દ્વારા મુસાફરો-યૂઝર્સનો ડેટા એક એવા સર્વરમાં રાખ્યો હતો જે સલામત ન હતો. ચોંકાવનારી વાત એ છે કે, યૂઝર્સની માહિતી જે સર્વરમાં રાખવામાં આવી હતી તે એન્ક્રિપ્ટેડ પણ ન હતું અને એમાં પાસવર્ડ પણ ન હતો. કોઇ સામાન્ય વ્યક્તિ પણ આઇપી એડ્રેસની મદદથી ડેટા ચોરી શકે તેમ હતું.
સેફ્ટી ડિટેક્ટિવ્સ નામની સાયબર સિક્યોરિટી ફર્મે આ ડેટા લિકની માહિતી બહાર પાડી હતી. 17 ઑગસ્ટે ફર્મએ આ લિક વિશે સરકારી એજન્સી CERTને માહિતગાર કરી હતી. જો કે રેલ યાત્રી વેબસાઇટ્સ આ ડેટા લિકના બનાવને ખોટો ઠેરવી રહ્યું છે.
(સંકેત)