- બ્યૂરોક્રસીને દુરસ્ત કરવા પર મોદી સરકારનું ફોકસ
- DoPT દ્વારા માંગવામાં આવી અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ
કેન્દ્ર સરકાર દ્વારા બ્યૂરોક્રસીને દુરસ્ત કરવા માટે વધુ એક પ્લાન આકાર લઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે (DoPT) તમામ મંત્રાલયોને એક નોટિસ મોકલીને અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ મંગાવી છે. તેના પ્રમાણે અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલની સાથે જ, કેડર અને તેમના આધિન રહેનારાઓની પોસ્ટની જાણકારી માંગવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર અધિકારીઓની નિયુક્તિ અને પ્રમોશન પોલિસીમાં મોટા પરિવર્તન કરવાની યોજના બનાવી રહી છે.
ડીઓપીટીએ ગત 17 સપ્ટેમ્બરે આ સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્યદળ, પ્લાનિંગ અને પોલિસીને નિયોજીત કરવા માટે આ જાણકારી માંગવામાં આવી રહી છે. મંત્રાલયો અને વિભિન્ન વિભાગોને એક પૂર્વ નિર્ધારીત ફોર્મેટ હેઠળ સપ્ટેમ્બર આખર સુધી આ જાણકારી મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
ઈટીનાઉના અહેવાલ પ્રમાણે, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનું આ પગલું બ્યૂરોક્રસીની સમાન કેડરને મેળવીને તેને વધારે તર્કસંગત બનાવવામાં આવે. પરિવર્તન હેઠળ અધિકારીઓની ભૂમિકા પણ બદલી શકાય છે. અધિકારીઓ પ્રમાણે, કેડરની વિવિધતાને મેળવીને તેને સમમિશ્રણ કરી શકાય છે. તેની સાથે જ કેટલીક ઈજનેરી સેવાઓનું પણ મિશ્રણ કરી શકાય છે. આમ આ સમગ્ર પ્રક્રિયા બ્યૂરોક્રસીને તર્કસંગત બનાવવા મટે કરાઈ રહી છે.
કેટલાક અધિકારીઓનું કહેવું છે કે 17 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવલો સર્કુલર એક રુટીન પ્રક્રિયા છે. જ્યારે કેટલાક અધિકારીઓનુંકહેવું છે કે સર્કુલર હેઠળ જે જાણકારી માગવામાં આવી રહી છે, તે રુટીનથી ઘણી વધારે છે. અહેવાલ પ્રમાણે, સર્કુલરમાં મંત્રાલયો અને વિભાગો પાસેથી જે જાણકારી માંગવામાં આવી છે, તેમા વિભિન્ન કેડરમાં નિયુક્તિની પ્રક્રિયા કરિયરમાં ભવિષ્યની યોજના, પ્રમોશનના માપદંડ, ગત પાચં વર્ષોમાં થયેલી નિયુક્તિઓ, અધિકારીઓની ટ્રેનિંગ અને તેમની પ્રતિનિયુક્તિ જેવી જાણકારી માંગવામાં આવી છે.
તેની સાથે જ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના રિટાયરમેન્ટની મર્યાદાને ઘટાડવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. આ પ્રસ્તાવ પ્રમાણે કોઈ કર્મચારીની સેવામાં મહત્તમ 33 વર્ષ પૂર્ણ થવા પર અથવા તો પછી 60 વર્ષની વય સમાપ્ત થવા પર, જેમાથી જે પણ પહેલા થઈ જાય, રિટાયરમેન્ટ આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે હજીપણ સરકારી કર્મચારીઓની રિટાયરમેન્ટની વય 60 વર્ષની છે. પરંતુ કેન્દ્રીય યુનિવર્સિટીના પ્રોફેસર અને કેન્દ્રીય સરકારને આધિન ડોક્ટરો માટે નિવૃત્તિની વય 65 વર્ષની છે. અધિકારીઓ પ્રમાણે, સરકાર બેરોજગારીની સમસ્યાથી કંઈક રાહત મેળવવા માટે આ પગલું ઉઠાવે તેવી શક્યતા છે.