હનુમાન ચાલીસા ભલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને ગોઠતી ન હોય અને તેના કારણે બંગાળમાં ભાજપની કાર્યકર્તા ઈશરત જહાં કટ્ટરપંથીઓના નિશાને પણ ભલે હોય. પરંતુ મેરઠની 42 વર્ષીય શાહીન પરવેઝને આનાથી કોઈ ફરક પડતો નથી. શાહીનના ઘરમાં તુલસીની માળા પહેરેલા બજરંગબલી વિરાજમાન છે અને નિયમિતપણે તે હનુમાન ચાલીસાના પાઠ તથા આરતી કરે છે.
શાહીન પરવેઝ, આમ કરવાથી સારું મહેસૂસ કરે છે. ઈન્સાનિયતને સૌથી મોટો ધર્મ માનનારી શાહીને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે હું કોલેજના દિવસોથી હનુમાન ચાલીસાના પાઠ કરું છું. હું જે સ્કૂલમાં ભણતી હતી, ત્યાં તમામ ધર્મોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સાથે જોડાયેલા શાહીન પરવેઝને કટ્ટરપંથીઓનો ડર નથી. તે કહે છે કે અમે એવા દેશમાં રહીએ છીએ, જ્યાં તમામે એકબીજાના ધર્મનું સમ્માન કરવું જોઈએ. જો હું અન્ય ધર્મ સંદર્ભે પણ શીખું છું. તો તેમા શું ખોટું છે. દરેક ધર્મ પ્રેમ શિખવાડે છે.