સાંસદ આઝમખાનની મુશ્કેલીઓ દિવસે ને દિવસે સતત વધતી જાય છે,ત્યારે હવે ફરીએક વાર આ ઉત્તર પ્રદેશના રામપુરના સાસંદ આઝમ ખાન પર ભેંસ ચોરી કરવાના આરોપો લાગ્યા છે,તેમના વિરુધમાં રામપુરમાં ફરિયાદ કરવામાં આવી છે,સપા સાસંદના વિરુધમાં બે લોકોએ ભેસ ચોરવાના આરોપમાં તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
આ બન્ને લોકો એ આઝમની મુસીબતમાં વધારો કર્યો છે , જેમાં એક વ્યક્તિએ બે ભેંસ અને બીજા વ્યક્તિએ બે ભેંસ આઝમ ખાને ચોરી છે તેવા આરોપ લગાવ્યો છે,આ મામલામાં આઝમખાન સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે,તે ઉપરાંત 20 થી 30 જેટલા અજાણ્યા શખ્સો સામે પણ કલમ,504,506,427,395,448 અને 492 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલા વર્ષ 2014માં ખુદ આઝમ ખાનની ભેંસ ચોરી થઈ હતી તે વાતે સમાચાર પત્રોમાં પણ જોર પકડ્યું હતું.ઘણા પ્રયત્નો બાદ મામલામાં પોલીસને સફળતા મળી હતી અને આઝમ ખાનની ભેંસ ચોરી કરનાર ચોરને પોલીસે પકડી પાડ્યો હતો.
આઝમ ખાનની ભેંસ ચોરી કરનાર ચોર સાલિમ ઈખ્તિયાર બરેલી ગેટ સિવિલ લાઈન રામપુરનો રહેવાસી હતો,તેણે પોતાના બયાનમાં કબુલાત કરી હતી કે તેણે પોતે આઝમખાનના ભેંસના વાડામાંથી ભેસની ચોરી કરી હતી,જ્યારે આઝમ ખાનની ભેંસ ચોરીનો બનાવ બન્યો ત્યારે સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે હવે વર્તમાન સમયમાં પરિસ્થિતી આઝમ ખાનના વિરુધમાં છે.
પહેલા તેમની ભેંસ ચોરી થઈ ત્યારે સરકાર પણ તેમની જ હતી, ત્યારે હવે તેમના જ વિરુધ ભેંસ ચોરીનો આરોપ લાગ્યો છે,અને સરકાર પણ બીજેપી છે,અને બીજેપીના સરકારમાં આવ્યા બાદ આઝમખાનની મુશ્કેલીઓ તો વધતી જ ગઈ છે.
આ પહેલા બુધવારના રોજ આઝમખાન પર ચાલી રહેલા 29 કેસોમાં જીલ્લા અદાલતે તેમની આગોતરા જામીનની અરજીને ફગાવી દીધી હતી,આઝમ ખાનના વિરુધ જમીનનો વિવાદ, પ્રતિનિધિ અધિનિયમ અને અન્ય બીજા કેસોમાં આગોતરા જમીનની અરજી કોર્ટે ફગાવી હતી.આ સાસંદ આઝમ ખાન ઝાડ કાપવાના મામલામાં ,જોહર યૂનિવર્સિટી વિવાદમાં તે ઉપરાત અનેક લોકોની જમીન પચાવી પાડવાના મામલામાં ફસાયા છે.