- પપૈયાને સર્વશ્રેષ્ટ ઔષધી માનવામાં આવે છે
- પપૈયામાં વધારે માત્રામાં આયર્ન અને કેલ્શિયમ મળે છે
- પપૈયાના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
આયુર્વેદ શાસ્ત્ર મુજબ પપૈયાને ફક્ત ફળ જ માનવામાં આવતું નથી. પરંતુ પપૈયાને સર્વશ્રેષ્ટ ઔષધી માનવામાં આવે છે. સામાન્ય રીતે પપૈયુ દરેકને પસંદ હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પપૈયુ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતુ પપૈયાના બીજ પણ સ્વાસ્થ્ય માટે તેટલા જ ફાયદાકારક હોય છે. પપૈયાના બીજનું સેવન કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. પપૈયામાં વધારે માત્રામા આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે છે. તો ચાલો જાણીએ પપૈયાના બીજના ફાયદા વિશે..
શરદી-ખાંસીથી બચાવ
પપૈયાના બીજનું સેવન કરવાથી શરદી-ખાંસીથી બચી શકાય છે. પપૈયાના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ્સ જોવા મળે છે. જે શરદી-ખાંસી જેવા સંક્રમણથી બચવામાં સહાયતા કરે છે.
લિવર માટે લાભદાયક
લિવર માટે પપૈયાના બીજ ખૂબ જ લાભદાયક છે. પપૈયાના બીજનું સેવન કરવાથી લિવર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
વજન ઓછુ કરવામાં મદદગાર
આજના સમયમાં એવા હજારો લોકો તમને જોવા મળી જશે જે લોકો પોતાના વજનથી ખુશ નથી હોતા અને તેમાં ફેરફાર કરવા માટે જીમ અને ખાસ પ્રકારના ડાયટ કરતા હોય છે તો આ લોકો જો પપૈયાના બીજનું દરરોજ સેવન કરવામાં આવે તો વજન ઘટાડી શકાય છે.
બ્લડ પ્રેશરને રાખે છે કંટ્રોલમાં
જે રીતે આજના સમયનું ખાવાનું આપણે ખાઈ રહ્યા છે તેના વિશે તમામ લોકોને ખબર છે અને આ જ આદત આપડી અનેક પ્રકારની બીમારી પણ લઈ આવે છે પરંતુ જો રોજીંદા જીવનમાં પપૈયાના બીજનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ પપૈયાના બીજનુ સેવન કરવું જોઈએ.
હૃદય માટે ફાયદાકારક
હ્યદય સ્વસ્થ તો બધુ સ્વસ્થ એવુ કહેવામાં આવે છે, પપૈયાના આપણે અત્યાર સુધી અલગ અલગ ફાયદાઓ વાંચ્યા પરંતુ પપૈયાના બીજનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકરક હોય છે. હૃદયના દર્દીઓને રોજ પપૈયાના બીજનું સેવન કરવું જોઈએ.
_Devanshi