ઉત્તરાખંડ વિધાનસભાએ બુધવારે એક બિલ પારીત કર્યું છે. જેમા બેથી વધુ બાળકોવાળા પંચાયતની ચૂંટણી લડી નહીં શકે તેવી જોગવાઈ છે. પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ યોગ્યતા પણ નક્કી કરવામાં આવી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં ઉત્તરાખંડ પંચાયત રાજ અધિનિયમ-2016 સંશોધન વિધેયક મંગળવારે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.
તેને વિપક્ષી સદસ્યોના ઘણાં મુદ્દાઓ પર નારાજગી અને ઉગ્ર વ્યવહાર વચ્ચે ધ્વનિમતથી પારીત કરી દેવામાં આવ્યું છે. વિપક્ષના મુદ્દામાં પહાડી રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સામેલ હતા. આ બિલને પંચાયતની ચૂંટણીઓ પહેલા રાજ્યપાલની મંજૂરી મળે તેવી આશા છે. પંચાયતની ચૂંટણી વર્ષના આખરમાં થવાની છે. સંસદીય કાર્ય પ્રધાન મદન કૌશિકે કહ્યુ છે કે વિધેયકનો ઉદેશ્ય પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપવાનો છે અને ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક યોગ્યતા પણ નિર્ધારીત કરવાનો છે.
તેમણે કહ્યુ છે કએ અમે તમા પંચાયત સદસ્યોની શૈક્ષણિક યોગ્યતા નક્કી કરી છે. સામાન્ય વર્ગમાં લઘુત્તમ યોગ્યતા દશમું ધોરણ પાસની છે. એસસી-એસટી શ્રેણીમાં પુરુષો માટે લઘુત્તમ યોગ્યતા આઠમું પાસ અને આ શ્રેણીમાં મહિલાઓ માટે પાંચમું ધોરણ પાસ લઘુત્તમ યોગ્યતા રાખવામાં આવી છે. બિલ કોઈપણ પંચાયત સદસ્ય દ્વારા એક સાથે બે પદ રાખવા પર પ્રતિબંધ પણ લગાવે છે.
તેમણે કહ્યુ છે કે આ એક સુધારવાદી બિલ છે. તેને જમીની નિગમોમાં સુધારાની કોશિશ તરીકે જોવું જોઈએ. કૌશિકે કહ્યુ છે કે આ બિલ ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આવા પ્રકારના કાયદાની તર્જ પર રજૂ કરવામાં આવ્યું છે.