
નવી દિલ્હી: દેશની સુરક્ષા માટે અને સશસ્ત્રદળોના જવાનોના હાથ વધુ મજબૂત કરવા માટે મોદી સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. તેના પ્રમાણે મોદી સરકારે એક એવી એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે કે જે અંતરીક્ષમાં યુદ્ધ લડવા માટે સશસ્ત્રદળોની ક્ષમતાઓને વધારશે.

સંરક્ષણ મંત્રાલયે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિએ રક્ષા અંતરીક્ષ અનુસંધાન નામની એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે. સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કરે છે.
જણાવવામાં આવે છે કે આના સંદર્ભે સરકારના ટોપ મોસ્ટ લેવલ પર નિર્ણય લેવાયો હતો. એજન્સીને વૈજ્ઞાનિકોની એક ટીમ આપવામાં આવશે, જે ટ્રાઈ સર્વિસને ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ઓફિસર્સની સાથે સમન્વય સ્થાપિત કરીને કામ કરશે.
Modi govt approves new agency to develop space warfare weapon systems
— ANI Digital (@ani_digital) June 11, 2019
Read @ANI Story | https://t.co/x5beC9WbvL pic.twitter.com/mQdIuoFHSo
તો આ નવી ડિફેન્સ એજન્સીના અનુસંધાન અને વિકાસને મદદ કરશે. જેમાં થળ, જળ અને વાયુ એમ ત્રણેય સૈન્ય પાંખના સદસ્યો સામેલ હશે.
ડીએસએનું નિર્માણ અંતરીક્ષમાં યુદ્ધ લડવામાં મદદ માટે કરવામાં આવ્યું હતું. આના પહેલા જણાવવામાં આવતું હતું કે ભારત હવે નજીકના ભવિષ્યમાં અંતરીક્ષમાં યુદ્ધાભ્યાસ કરશે.