1. Home
  2. revoinews
  3. દેશ માટે મોદીજીનું એક વિઝન છે, તેમના મગજમાં આખો પ્લાન રેડી છે: હેમા માલિની
દેશ માટે મોદીજીનું એક વિઝન છે, તેમના મગજમાં આખો પ્લાન રેડી છે: હેમા માલિની

દેશ માટે મોદીજીનું એક વિઝન છે, તેમના મગજમાં આખો પ્લાન રેડી છે: હેમા માલિની

0
Social Share

લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશની મથુરા લોકસભા સીટ પરથી જીત મેળવનારા હેમા માલિની ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે દેશ માટે મોદીજીની પાસે એક વિઝન છે. તેમના મગજમાં આખો પ્લાન પણ તૈયાર છે. હેમાએ આગળ કહ્યું કે પીએમ મોદી બધાની અપેક્ષાઓ જરૂર પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે સાત વાગે મોદી પીએમ પદના શપથ લેશે. તેમની સાથે અન્ય ઘણા લોકો મંત્રીપદના શપથ લેવાના છે.

મુંબઈ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા હેમા માલિનીએ કહ્યું કે, ‘ઘણી બધી આશાઓ ચોક્કસપણે જોડાયેલી હોય છે, પરંતુ તેઓ બધી પૂર્ણ કરશે. મોદીજીનું વિઝન છે આખા દેશ માટે. આખો પ્લાન તેમના મગજમાં રેડી છે, પરંતુ તેઓ તેને આ રીતે જણાવી ન શકે, પરંતુ પૂર્ણ જરૂર કરશે.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code