લખનૌ : ગત લોકસભા ચૂંટણીમાં પોતાના બેફામ વાણીવિલાસને કારણે ચૂંટણી પંચ દ્વારા 48 કલાકનો પ્રતિબંધ લાગ્યા બાદ ચર્ચામાં આવેલા મેનકા ગાંધી હવે સુલ્તાનપુરથી ભાજપના સાંસદ બન્યા બાદ પણ પોતાના શબ્દોથી વિવાદ પેદા કરી રહ્યા છે.
સુલ્તાનપુર પ્રવાસના આખરી દિવસે કલેક્ટ્રેટમાં જિલ્લાના તમામ આધિકારીઓની સાથે બેઠક કરી રહેલા મેનકા ગાંધીએ વીજ વ્યવસ્થા પર સવાલ ઉભો કરીને વીજ વિભાગના એસડીઓને માત્ર વઢયા જ નહીં, પરંતુ તેમનું મીટિંગમાં તમામ અધિકારીઓ સામે અપમાન પણ કર્યું હતું.
મેનકા ગાંધી એક ગામમાં વિદ્યુત વ્યવસ્થાને લઈને કરવામાં આવેલી ફરિયાદ પર મીટિંગમાં સવાલ-જવાબ કરી રહ્યા હતા કે અચાનક તેઓ ગુસ્સે ભરાયા હતા.
તેમણે એક વાત પર વીજળી વિભાગના એસડીઓને ધમકાવતા કહ્યું કે તુમ કોઈ રાજા હો, છોટે-મોટે કર્મચારી, તુમ હમારી ભીખ પર ટિકે હો.
મેનકા ગાંધીનો આના સંદર્ભેનો એક વીડિયો પર સોશયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને જોતજોતામાં ચર્ચાઓનું બજાર પણ ગરમ થઈ ગયું છે.