1. Home
  2. revoinews
  3. ‘શાંતિ’નો રોલ પ્લે કરીને ફેમસ બનેલી એક્ટ્રેસ મંદિરા બેદીનો બર્થડે-ફિટનેસને લઈને રહે છે હંમેશા ચર્ચામાં
‘શાંતિ’નો રોલ પ્લે કરીને ફેમસ બનેલી એક્ટ્રેસ મંદિરા બેદીનો બર્થડે-ફિટનેસને લઈને રહે છે હંમેશા ચર્ચામાં

‘શાંતિ’નો રોલ પ્લે કરીને ફેમસ બનેલી એક્ટ્રેસ મંદિરા બેદીનો બર્થડે-ફિટનેસને લઈને રહે છે હંમેશા ચર્ચામાં

0
Social Share
  • મંદિરા બેદીનો બર્થડે
  • ફિટનેસથી લઈને શાનદાર એક્ટિંગ માટે જાણીતી

મુંબઈ – બોલિવૂડની બ્યૂટિફૂલ એક્ટ્રેસ મંદિરા બેદી 15 એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. જેણે સિરીયલમાં એન્ટ્રી કરીને ઘરે ઘરમાં ઓળખ બનાવી હતી, આ સાથે જ ક્રિકેટ સિરીઝની હોસ્ટિંગ સુધીની દરેક ભૂમિકા સુંદર રીતે  તેણે ભજવી હતી.મંદિરાના અત્યાર સુધીના કેરિયરની સફરમાં તેની ઓળખની સાથે સાથે  તેની ફિટનેસ અને બિંદાસ આપતા બયાનોથી એક શાનદાર અભિનેત્રી તરીકે  પોતતાની ઓળખ બનાવી છે, આજે જેના તેના  બર્થડે પર તેના વિશેની કેટલીક ખાસ વાતો.

મંદિરા બેદીનો જન્મ 15 એપ્રિલ 1972 માં કોલકાતામાં થયો હતો. તેણે મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ મંદિરા બેદીએ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી,મંદિરા બેદીએ વર્ષ 1994 માં સીરીયલ ‘શાંતિ’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં મંદિરા બેદીના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ‘શાંતિ’ સિરિયલ પણ લાંબા સમયથી પ્રસારિત કરવામાં આવી હતી.

ત્યાર બાદ મંદિરા ‘આહત’, ‘ઓરત’, ‘ઘર જમાઈ’, ‘ક્યૂકીં કે સાસ ભી કભી બહુ થી’ અને ’24’ જેવી લોકપ્રિય સિરિયલોમાં જોવા મળી હતી. આ સિવાય મંદિરા બેદીએ ક્રિકેટ મેચ માટે ટીવી પ્રસ્તુતકર્તા તરીકે કામ કર્યું હતું. મંદિરા બેદીએ ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે સદાબહાર હિન્દી સિનેમા ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

અભિનય અને હોસ્ટિંગમાં ફેમલ બન્યા બાદ મંદિરા બેદીએ ફેશનની દુનિયામાં એન્ટ્રી કરી. વ્રષ 2014 માં, મંદિરાએ લેક્મે ફેશન શોમાં તેણે પોતાનું સારી કલ્કેશ્ન લોંચ કર્યું, અભિનય ઉપરાંત મંદિરા બેદી પણ અંગત જીવનને કારણે ચર્ચામાં રહી છે.  હંમેશા તેના ફોટોગ્રાફ્સને લઈને   ટ્રોલ થતી જાવા મળે છે.

14 ફેબ્રુઆરી વ્રષ 1999 ના રોજ તેણે ફિલ્મ નિર્માતા રાજ કૌશલ સાથે  લગ્ન કર્યા, લગ્ન જીવનનાલ12 વર્ષ પછી, મંદિરાએ એક પુત્રને જન્મ આપ્યો. આટલા વર્ષો પછી, ગર્ભાવસ્થાના સવાલ પર, મંદિરાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જ્યારે હું 39 વર્ષની હતી ત્યારે મેં એક પુત્રને જન્મ આપ્યો હતો. મારા કોન્ટ્રેક્ટના કારણએ મે મા બનતા અટકી હતી, મને ડર હતો કે જો હું ગર્ભવતી થઈશ તો મારી કારકિર્દી સમાપ્ત થઈ જશે. આ બધું ખૂબ મુશ્કેલ હતું,

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code