1. Home
  2. revoinews
  3. Man Vs Wildમાં એડવેન્ચર કરતા દેખાશે પીએમ મોદી, સામે આવ્યું ટીઝર
Man Vs Wildમાં એડવેન્ચર કરતા દેખાશે પીએમ મોદી, સામે આવ્યું ટીઝર

Man Vs Wildમાં એડવેન્ચર કરતા દેખાશે પીએમ મોદી, સામે આવ્યું ટીઝર

0
Social Share

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મદી એક નવી સરપ્રાઈઝ લઈને સામે આવ્યા છે. ડિસ્કવરીના બેહદ ચર્ચિત કાર્યક્રમ ‘Man vs Wild’ના એક એપિસોડમાં વડાપ્રધાન મોદી બેયર ગ્રિલ્સ સાથે કેટલાક એડવેન્ચર કરતા નજરે પડશે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી ગાઢ જંગલમાં આ સફર પર નીકળે છે.

‘Man vs Wild’ના એન્કર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમનું એક ટીઝર જાહેર કર્યું છે. તેમણે લખ્યું છે કે દુનિયાના 180 દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો અંદાજ જોવા મળશે. તેમાં તેઓ મારી સાથે ભારતના જંગલ વિસ્તારમાં ચાલશે, તે વખતે પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓ પર વાત પણ કરશે.

આ એપિસોડનું 12મી ઓગસ્ટે રાત્રે નવ વાગ્યે પ્રસારણ કરવામાં આવશે. 45 સેકન્ડનો જે વીડિયો સામે આવ્યો છે, તેમા વડાપ્રધાન મોદી બેયર ગ્રિલ્સનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં પીએમ મોદી બેયરને કહે છે કે તમારા માટે હું આને (બામ્બુ) મારી સાથે રાખીશ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code