1. Home
  2. revoinews
  3. દિલ્હી બાદ યુપીના મુઝફ્ફરનગરમાં હનુમાનમંદિરમાં તોડફોડ-સૂત્રોચ્ચાર, મૂસા નામના શખ્સની ધરપકડ
દિલ્હી બાદ યુપીના મુઝફ્ફરનગરમાં હનુમાનમંદિરમાં તોડફોડ-સૂત્રોચ્ચાર, મૂસા નામના શખ્સની ધરપકડ

દિલ્હી બાદ યુપીના મુઝફ્ફરનગરમાં હનુમાનમંદિરમાં તોડફોડ-સૂત્રોચ્ચાર, મૂસા નામના શખ્સની ધરપકડ

0
Social Share

મુઝફ્ફરનગર : યુપીના મુઝફ્ફરનગર ખાતેના એક હનુમાન મંદિરમાં તોડફોડના મામલામાં લઘુમતી સમુદાયના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ખતોલીના સર્કલ ઈન્સ્પેક્ટર આશિષ પ્રતાપે કહ્યુ છે કે આ ઘટના ગુરુવારે સવારે બની હતી. જાણકારી પ્રમાણે, તોડફોડના આરોપી વ્યક્તિને મંદિરની અંદર લોકોને માર માર્યો અને વાંધાજનક ટીપ્પણી પણ કરી હતી. તેના પછી તેને સ્થાનિક લોકોએ ઝડપી પાડયો અને પોલીસને હવાલે કર્યો હતો. આરોપી શખ્સની ઓળખ બુલંદશહરના મૂસા તરીકે થઈ છે.

પોલીસના અહેવાલ મુજબ, મૂસાએ મૂર્તિને નષ્ટ કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી છે. તેણે અહીં અલ્લાહ હૂ અકબરના સૂત્રો પણ પોકાર્યા હતા. સર્કલ ઓફિસરે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે આરોપીને ગંભીર આરોપો હેઠળ એરેસ્ટ કરીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. આવા પ્રકારની હરકતોને બર્દાશ્ત કરવામાં નહીં આવે. આ મામલાની તપાસ થઈ રહી છે.

મહત્વપૂર્ણ છે કે આરોપીના લઘુમતી સમુદાયના હોવાના કારણે વિસ્તારમાં તણાવની સ્થિતિ હતી. ઘટનાના માહિતી મળ્યા બાદ દક્ષિણપંથી હિંદુ સંઘટન મંદિરે પહોંચ્યા અને તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. ત્યાર બાદ ત્યાં રહેલા પોલીસ અધિકારીઓએ તેમને એમ કહીને શાંત કર્યા કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આના પહેલા દિલ્હીમાં એક સ્કૂટીના પાર્કિંગ મામલે મામૂલી મારામારી બાદ કોમવાદી બબાલ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાદમાં લઘુમતી સમુદાયના કેટલાક સદસ્યોએ દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં લાલકાંમાં 100 વર્ષ જૂના દુર્ગા મંદિર પર હુમલો કરીને તોડફોડ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં થમાવપૂર્ણ સ્થિતિ હતી અને કોપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો ફૂટેજ ઈન્ટરનેટ પર પણ વાયરલ થયો હતો. જેમાં કથિતપણે મુસ્લિમ સમુદાય સાથેના કેટલાક લોકો મંદિરમાં પથ્થરમારો અને સૂત્રોચ્ચાર કરતા દેખાઈ રહ્યા  હતા. તેના પછી સ્થિતિને નિયંત્રિત કરવા માટે દિલ્હી પોલીસ અને સીઆરપીએફના જવાનોની તેનાતી કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code