1. Home
  2. revoinews
  3. રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં શીલ્પા શેટ્ટીને બદલે જજની જગ્યા લેશે મલાઈકા અરોરા -દમણમાં ચાલી રહ્યું છે આ શોનું શૂટિંગ
રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં શીલ્પા શેટ્ટીને બદલે જજની જગ્યા લેશે મલાઈકા અરોરા  -દમણમાં ચાલી રહ્યું છે આ શોનું શૂટિંગ

રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં શીલ્પા શેટ્ટીને બદલે જજની જગ્યા લેશે મલાઈકા અરોરા -દમણમાં ચાલી રહ્યું છે આ શોનું શૂટિંગ

0
Social Share
  • રિયાલિટી શો સુપર જાન્સરમાં નહી જોવા ણળે શિલ્પા શેટ્ટી
  • શિલ્પાના સ્થાને હવે મલાઈકા અરોરા જજ તરીકે જોવા મળે છે
  • થોડા સમય માટે શોમાંથી શિલ્પાએ બ્રેક લાવાનું નક્કી કર્યું
  • શોનું શૂટિંગ હાલ દમણમાં થઈ રહ્યું છે.

મુંબઈઃ- સમગ્ર દશે હાલ કોરોના નામન મહામારી સામે ઝઝુમી રહ્યો છે, અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધથી લઈને લોકડાઉન લગાવવા જેવા આકડા પગલા પણ લેવામાં આવ્યા છે,જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેની અસર બોલિવૂડ ફિલ્મ જગતથી લઈને સનમગ્ર મનોરંજર દુનિયા પર જોવા મળી રહી છે, ઘણા શૂટિંગ અટકી ગયા છે, ત્યારે આવી સ્થિતિમાં કેટલાક રિયોલીટી શોનું શૂટિંગ આઉટ ઓફ મહારાષ્ટ્રમાં કરવામાં આવી રહ્યું છે.

ત્યારે થોડા દિવસો પહેલા જ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’ નું શૂટીંગ દમણમાં શૂટ કરવામાં કરવામાં આવતા દમણ જવા માટે નેહા કક્કડ, વિશાલ દદલાણી અને હિમેશ રેશમિયાએ નારાજગી વ્યક્ત કરી હતી,તેઓ ત્યા જવા ઈચ્છતા નહોતા ત્યારે આ શોના મેકર્સે અનુ મલિક અને મનોજ મુંતશિરને જજ તરીકે રિપ્લેસ કર્યા હતા .ત્યારે હવે વધુ એક રિયાલીટી શોના જજને પણ રિપેલ્સ કરવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ખૂબ જ ફેમસ અને સોની ટીવી પર પ્રસારીત થતો ડાન્સિંગ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’નું શૂટિંગ પણ કેટલાક દિવસોથી દમણમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ શોના જજ શિલ્પા શેટ્ટીએ થોડો સમય માટે શોથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે, જો કે તે શા માટે આ શોમાંથી રજા લઈ રહી છે તે અંગે કોઈ જાણકારી આપી નથી.

આ સમગ્ર મામલે જાણવા મળતી માહિતી પ્રમાણે શિલ્પાને  ફરીથી આ શોમાં પાછા ફરતા વધુ સમય લાગી શકે તેમ છે, ત્યારે હવે મલાઈકા અરોરા શોને જજ કરશે. આ બાબતે પ્રોડ્યુસર રંજીત ઠાકુરે કહ્યું હતું, કે ‘શિલ્પા શેટ્ટી હવે પછીના કેટલાક એપિસોડ્સમાં જજ તરીકે જોવા મળશે  નહીં તેમના સ્થાને મલાઈકા એરોરાને જજ તરીકે લેવાનો નિર્ણય લેવાયો છે, મલાઈકાના આવ્યા બાદ આવનારા એપિસોડ્સમાં કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પણ આ શો જોઈન કરશે’

હાલ આ શોનું શૂટીંગ દમણમાં ચાલી રહ્યું છે, આ શોના તમામ મેમ્બર હાલ અહીં જ છે, જો કે શિલ્પા શેટ્ટીને કદાચ દમમ ન આવવા માટે પણ શોમાંથી બ્રેક લીધો હોય તેવી પણ માહિતી છે,ત્યારે હવે થોડા સમય દર્શકોને શિલ્પાની દગ્યાએ મલાઈકા અરોરા જજ્ તરીકે જોવા મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code