મહેન્દ્ર સિંહ ધોની બિઝનેસના બિગ પ્લેયર-30 જેટલી બ્રાન્ડ્સનો કર્યો પ્રચાર – વન-ડે શૂટિંગના લેતા હતા આટલા રુપિયા
- બિઝનેસની દુનિયામાં ધોનીનું મહત્વનું સ્થાન
- 30 જેટલી બ્રાન્ડ્સનો કરતા હતા પ્રચાર
- એક દિવસના 1.5 કરોડ ફી વસુલતા ધોની સૌથી મોંધા બિઝનેસ પ્લેયર છે
- કેપ્ટન પદ છોડ્યા બાદ આઈપીએલ સાથે સંકળાયેલ હોવાથી તેમનું સ્થાન યથાવત રહેશે
- જાહેર ખબરોમાં તેઓ હંમેશા છવાયેલા રહેશે
તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યું છે,જો કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેઓ મહત્વના પ્લેયર હતા તે જ રીતે તેઓ બિઝનેસની દુનિયાના પણ મહત્વના પ્લેયર છે,તેઓ હજી 39 વય ધરાવે અત્યાર સુધી તેમણે 30 જેટલી બ્રાન્ડ્સનો પ્રાચર કરીને કરોડો રુપિયાની કમાણી કરી છે,
માત્ર એક જ દિવસના શૂટિંગના રુપિયા 1.5 કરોડ લેનાર મહેન્દ્ર સિંહ ધોનીનું એન.શ્રીનિવાસનની કંપની ઈન્ડિયા સિમેન્ટમાં પણ જોડાણ છે, તેઓ ઈન્ડિયા સિમેન્ટના માર્કેટિંગ વાઈસ પ્રેસિડેન્ટ પણ છે, ટીવીએસ, માસ્ટરકાર્ડ્સ, કોકો કોલા, ખાતાબૂક, ગોડૈડી, અશોક લિલેન્ડ, રેડ બસ જેવા અનેક જાહેરાતોમાં જોવા મળતા ધોનીને અનેક કંપનીઓ એક સારા એડવર્ટાઈઝરના રુપમાં દેખે છે, આ સાથે જ તેઓ એ ભલે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ જગતમાંથી કેપ્ટનસીપ છોડી હોય છત્તા પણ આજે વિરાટ કોહલી પછીના માર્કેટમાં તે બીજા નંબરના મોટા પ્લેયર બની રહેશે.
આ સાથે જ ક્રિકેટ જગતને અલવિદા કહ્યા બાદ પણ તેઓ જાહેરાતના માધ્યમથી એક સારી એવી કમાણી કરનાર પ્લેયર તો બનીને જ રહેશે, માર્કેટના નિષ્ણાંતોનું આ બાબતે કહેવું છે કે,મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટ બહારની દુનિયામાં પણ ખુબ જ સારી ઈમેજ છે, કેપ્ટન બાદ પણ તેઓ માર્કેટમાં સારા સ્થાને વર્ષો સુધી રહી શકે છે.
કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, ક્રિકેટ છોડ્યા બાદ માર્કેટમાં તેમનો રેટ પહેલાથી ઓછો આકંવામાં આવી રહ્યો છે, વિરાટ કોહલીથી અડધા બજેટમાં પ્રચાર કરાવવા માટે કંપનીઓ ધોનીને સારો વિકલ્પ ગણે છે, આવી સ્થિતિમાં જો કોઈ મોટી કંપની ઓછા બજેટમાં મોટો ચહેરો ઈચ્છે તો મહેન્દ્ર સિંહ ધોની એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે.
ઉલ્લેખનીય છે કે આવનારા કેટલાક વર્ષો સુધી ધોની કેપ્ટનના લીસ્ટમાં બેસ્ટ રહેશે,આ ઉપરાતં તેઓ આઈપીએલની આ સિઝન તેમજ આવનારા વર્ષ દરમિયાન ચેન્નઈ સુપર કિંગનો ભાગ બની રહેશે, જેથી રમત સાથે સંકળાયેલા રહેવાથી તેમની જે બ્રાન્ડ પ્રચારની ઈમેજ છે તેના પર આવનાકરા કેટલાક વર્ષો સુધી કોઈ પ્રભાવ નહી પડી શકે,જાહેરાતની દુનિયાના તેઓ બેતાજ બાદશાહ હજુ કેટલાક વર્ષો સુધી બન્યા રહેશે ફોર્બ્સની ટોપ 10 બ્રાન્ટ વેલ્યૂવાળા સેલિબ્રિટીમાં મહનેદ્ર સિંહ ધોની ઈન્ડિયામાં વર્ષ 2019મા 5મા સ્થાન પર રહી ચૂક્યા છે.જ્યારે વિરાટ આ મામલે પ્રથમ સ્થાને છે.