શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ એવા મહંત નૃત્ય ગોપાલદાસની અચનાક તબિયત લથડી
- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષની તબિયત લથડી
- મહંત ગોપાલદાસની તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે
અયોધ્યા-: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ અને મહંત 82 વર્ષિય ગોપાલદાસની તબિયત એકાએક બગડી હતી, તેમને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની સતત ફરીયાદ હતી, આ પહેલા તેઓ કોરોના સંક્રિમત મળી આવ્યા હતા ત્યારે તેમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી, જો કે, કોરોના બાદ પણ તેમની તબિયત થોડી નાજુક જોવા મળી રહી હતી.
હાલ તેમની તબિયત અચાનક વધુ ખરાબ થતાની સાથે જ તેમને સારવાર હેઠળ અયોધ્યાથી લખનૌ મેદાંતા હોસેપ્ટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, તાત્કાલિક પોસીલ દ્વારા સફેદાબાદના ગોલ્ડન બ્લાઝમ હોટલના શહીદ પથ પર મેદાંતા સુધી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યું છે, આ સાથે જ તમામા રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મહંત નૃત્ય ગોપાલદાસ અયોધ્યા આંદોલનનો એક ખાસ જાણીતો ચહેરો છે, વિતેલા વર્ષના નવેમ્બર મહિનામાં સુપ્રીમકોર્ટ દ્વારા આપવામાં આલેવા ચૂકાદાને લઈને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, અયોધ્યામાં ખુબ જ જલ્દીથી રામ મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
સાહીન-