- શ્રદ્ધાની બાબત પર સંશોધન
- મહામૃત્યુંજય મંત્રની અસર પર સંશોધન
- દિલ્હી ખાતે સંશોધન તેના આખરી તબક્કામાં
ભારતમાં મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ હજારો વર્ષથી થતો રહે છે. અનેક લોકો ગંભીર બીમારીઓમાં જીવન બચાવવા માટે પણ આ મંત્રનો જાપ કરે છે. અત્યાર સુધી આને લોકોની આસ્થા સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આ મંત્ર સ્વાસ્થ્ય માટે કેટલો અસરદાર છે, તેની જાણકારી મેળવવા માટે કેન્દ્ર સરકારને આરએમએલ એટલે કે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લગભગ ચાર વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે. આ સંશોધન તેના આખરી તબક્કામાં છે. આ શોધના અત્યાર સુધીના પરિણામોથી ડોક્ટરો ઉત્સાહીત છે. ડોક્ટરોનું કહેવું છે કે ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. એકાદ-બે માસમાં રિપોર્ટ તૈયાર થઈ જશે. તેને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.
અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીએ પણ અહીંના તબીબોનો સંપર્ક કરીને આ સંશોધન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરએમએલ હોસ્પિટલમાં આ સંશોધન ગંભીર બ્રેન ઈન્જરીવાળા દર્દીઓ પર કરવામાં આવ્યું છે. 2016માં આના પર સંશોધન શરૂ થયું હતું.
હોસ્પિટલના ન્યૂરો સર્જન ડૉ. અજય ચૌધરીના નેતૃત્વમાં આ સંશોધન ચાલી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં લોકો જીવન રક્ષક તરીકે આ મંત્રનો ઉપયોગ કરે છે. આ માત્ર માન્યતા છે કે વિજ્ઞાન સાથે આનો સંબંધ છે, તેને જાણવા માટે સંશોધન થઈ રહ્યું છે. આવા પ્રકારના મંત્રો પર દેશમાં સંશોધનો ઓછા થયા છે, પરંતુ વિદેશમાં ઘણું કામ થઈ રહ્યું છે.
ઉપવાસથી દૂર થાય છે ઘણાં ગંભીર રોગો
તેમણે કહ્યુ છે કે દેશમાં લાંબા સમયથી લોકો ખાસ પ્રસંગે ઉપવાસ કરતા રહે છે. તેને લઈને પણ દેશમાં કોઈ સંશોધન થયા નથી. જ્યારે 2016માં મેડિસિનનો નોબલ પુરષ્કાર જાપાનના જે ડોક્ટરને મળ્યો હતો, તેમણે ઉપવાસ પર જ સંશોધન કર્યું હતું. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ઉપવાસથી શરીરની અંદર કેન્સર સહીત અન્ય બીમારીઓ માટે જવાબદાર સેલ્સ સમાપ્ત થઈ જાય છે.
બ્રેન ઈન્જરીના 40 દર્દીઓ પર અભ્યાસ
ડૉ. અજય ચૌધરીએ કહ્યુ છે કે આરએમએલ હોસ્પિટલમાં ચાલી રહેલા સંશોધન માટે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે ફંડ જાહેર કર્યું છે. બ્રેન ઈન્જરીના 40 દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ દર્દીઓને 20-20ના જૂથમાં વહેંચવામાં આવ્યા છે. એક ગ્રુપના દર્દીઓને પ્રોટોકોલ હેઠળ નિર્ધારીત સારવાર આપવામાં આવી છે. જ્યારે બીજા જૂથને સારવારની સાથે મહામૃત્યુંજય મંત્ર પણ સંભળાવાય રહ્યો છે. આ કામ આઈસીયૂની બહાર રિહેબિલિટેશન દરમિયાન કરવામાં આવ્યું છે. પહેલા આ સંપૂર્ણ પ્રક્રિયા હોસ્પિટલમાં થઈ. બાદમાં કુતુબ ઈન્સ્ટિટ્યૂશનલ એરિયા ખાતે સંસ્કૃત વિદ્યાપીઠને આ સંશોધનમાં સામેલ કરવામાં આવી અને દર્દીઓ પર મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ કરાવવામાં આવ્યો.
ગાયત્રી મંત્રથી વધે છે બૌદ્ધિક ક્ષમતા
એમ્સમાં ગાયત્રી મંત્ર પર સંશોધન થયું છે. એમ્સના ડોક્ટર અને આઈઆઈટીના એક વૈજ્ઞાનકે સાથે મળીને આ સંશોધન કર્યું છે. જેમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી બૌદ્ધિક ક્ષમતા વધારી શકાય છે. સંશોધન દરમિયાન ડોક્ટરોએ મંત્રોચ્ચારણથી મસ્તિષ્ક પર પડનારા પ્રભાવને એમઆરઆઈ તપાસથી ચકાસ્યા હતા. સંશોધનમાં એ પણ જોવામાં આવ્યું કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી મસ્તિષ્કના સારા હોર્મોન વધી જાય છે, તેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે.
શિવ છે મહામૃત્યુંજયનું સ્વરૂપ
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે. શિવના મૃત્યુંજય સ્વરૂપમાં સમર્પિત આ મહાન મંત્ર ઋગ્વેદમાં છે. શાસ્ત્રોની માન્યતા છે કે મહામૃત્યુંજય મંત્ર ચમત્કારી અને શક્તિશાળી મંત્ર છે. જીવનની અનેક સમસ્યાઓને ઉકેલવામાં તે મદદગાર છે. જો મનમાં શ્રદ્ધા હોય તો કઠિન સમસ્યાઓ પણ આનાથી ઉકેલાય જાય છે. આ ગ્રહોની શાંતિમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આપણું જીવન નગર્હોની ચાલથી પ્રભાવિત હોય છે, માટે જો કોઈ ગ્રહના દોષ જીવનમાં અડચણ પહોંચાડી રહ્યા છે, તો આ મંત્ર તે દોષને દૂર કરી દે છે.
મંત્ર જપની વિધિ
મહામૃત્યુંજય મંત્રનું પુરશ્ચરણ સવા લાખ મંત્ર જાપ છે અને લઘુ મૃત્યુંજય મંત્રનું પુરશ્ચરણ 11 લાખ છે. આ મંત્રનો જપ રુદ્રાક્ષની માળા પર સોમવારથી શરૂ કરવામાં આવે છે. જપ સવારે 12 વાગ્યા પહેલા કરવા જોઈએ, કારણ કે એવી માન્યતા છે કે બપોરે 12 વાગ્યા બાદ આ મંત્રના જપનું ફળ પ્રાપ્ત થતું નથી. આખરમાં હવન થઈ શકે તો શ્રેષ્ઠ છે. ગ્રહબાધા, ગ્રહપીડા, રોગ, જમીન-મિલ્કતના વિવાદ, હાનિની સંભાવના અથવા ધનહાનિ થઈ રહી હોય, વર-વધૂના મેળાપક દોષ, ઘરમાં કલહ, સજાનો ભય અથવા સજા થવા પર, કોઈ ધાર્મિક અફરાધ થવા પર અને પોતાના સમસ્ત પાપોના નાશ માટે મહામૃત્યુંજય અથવા લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ કરી અથવા કરાવી શકાય છે.
મહામૃત્યુંજય મંત્રનો અર્થ
સમસ્ત સંસારના પાલનહાર, ત્રણ નેત્રવાળા શિવની અમે આરાધના કરીએ છીએ. વિશ્વમાં સુરભિ ફેલાવનારા ભગવાન શિવ મૃત્યુ ન કે મોક્ષથી અમને મુક્તિ દર્શાવે. આ મંત્રના વિસ્તૃત સ્વરૂપથી અર્થ. અમે ભગવાન શંકરની પૂજા કરીએ છીએ, તેમના ત્રણ નેત્ર છે, જે પ્રત્યેક શ્વાસમાં જીવન શક્તિનો સંચાર કરે છે, જે સંપૂર્ણ જગતનું પાલન-પષમ પોતાની શક્તિથી કરી રહ્યા છે, તેમને અમારી પ્રાર્થના છે કે તે અમને મૃત્યુના બંધનોથી મુક્ત કરી દે, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, જન્મ-મૃત્યુના બંધનોથી સદા માટે મુક્તિ થઈ જાય, તથા તમારા ચરણોની અમૃતધારાનું પાન કરતા શરીને ત્યાગીને તમારામાં જ લીન થઈ જાય.
મહામૃત્યુંજય મંત્રની અસર
મહામૃત્યુંજય મંત્ર શોક, મૃત્યુ, ભય, અનિશ્ચિતતા, રોગ, દોષના પ્રભાવને ઓછો કરવામાં, પાપોના સર્વનાશ કરવામાં અત્યંત લાભાકારક હોવાની ધાર્મિક માન્યતા અને શ્રદ્ધા લોકો ધરાવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા અથવા કરાવવા સૌના માટે હંમેશા મંગલકારી છે. પરંતુ મોટાભાગે એવું જ જોવા મળ્યું છે કે પરિવારમાં કોઈને અસાધ્યા રોગ થવા પર અથવા જ્યારે કોઈ મોટી બીમારીથી તેમના બચવાની ઘણી ઓછી સંભાવના હોય છે, ત્યારે લોકો આ મંત્રના જાપનું અનુષ્ઠાન કરે છે.
આ મંત્રમ મુખ્યત્વે જીવનરક્ષક મંત્ર કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ હંમેશા રોગી રહે છે, તેની સાથે સડક અથવા ઉપકરણો સંબંધિત દુર્ઘટનાઓ થાય છે, જો વાહનના સંચાલન સાથે જોડાયેલો છે અથવા જે ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે, તે સોમવારે આ ઉપાય કરે તો તેના પર સર્વ વિઘ્નહર્તા ભગવાન શિવની કૃપા થાય છે.