નવી દિલ્હી : કાશ્મીરના છેલ્લા હિંદુ રાણીની કહાની થોડાક દિવસોમાં મોટા પડદા પર જોવા મળશે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મસ કોટા રાણીના જીવન પર આધારીત ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. 14મી સદીના રાણી સંદર્ભે કહેવામાં આવે છે કે તેઓ બેહદ ખૂબસૂરત હતા અને એક મહાન પ્રશાસક તથા સૈન્ય રણનીતિકાર પણ હતા.
નિર્માતા મધુ મંટેનાએ કહ્યું છે કે આ ઘણી આશ્ચર્ય પમાડનારી વાત છે કે ભારતીય તરીકે આપણે કોટા રાણી જેવી શખ્સિયત સંદર્ભે પુરતા પ્રમાણમાં જાણતા નથી અથવા બિલકુલ પણ જાણતા નથી. ક્લિયોપેટ્રા સાથે તેમની સરખામણી કરવી કોઈ અતિશયોક્તિ નહીં હોય અને આજે અમે જે કંઈ જોઈ રહ્યા છીએ, તે ઘણું બધું સીધેસીધું કોટા રાણીની કહાની સાથે સંબંધિત છે.
તેમણે કહ્યુ છે કે તેમનું જીવન બેહદ નાટકીય હતું અને તે કદાચ સૌથી સક્ષમ મહીલા શાસક હતા, જેમને ભારતે પેદા કર્યા. તેમના સંદર્ભે નહીં જાણવું શરમની વાત હશે.
રિલાયન્સ એન્ટરટેનમેન્ટના ગ્રુપ સીઈઓ શિવાશીષ સરકારે કહ્યુ છે કે કોટા રાણીની ઉલ્લેખનીય કહાનીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી અમારો મુખ્ય ઉદેશ્ય છે અને અમે ફિલ્મને શાનદાર રીતે બનાવીશું.