લેબનાનમાં સરકાર વિરુદ્ધ લોકોનું વિરોધ પ્રદર્શન, બેરુત સરકારની વધી મુશ્કેલી
- લેબનાનમાં લોકોનો રસ્તા પર વિરોધ
- બૈરુત સરકારની વધી મુશ્કેલી
- આકસ્મિક ધડાકા બાદ લોકોમાં રોષ
અમદાવાદ: લેબનાનની રાજધાની બેરુતમાં ધડાકા થયા બાદ હવે ત્યાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, લેબનાનમાં લોકો રોડ પર ઉતરીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે અને નારાજ લોકોનું કહેવું છે કે સરકારની લાપરવાહીના કારણે આ પ્રકારની ઘટના બની છે.
This is your failed state#لبنان_ينتفض #لبنان_ينهار #لبنان_يحتضر pic.twitter.com/jj0XVl3tw9
— Mohammad Hijazi (@mhijazi) August 4, 2020
લેબનાનની રાજધાની બેરુતમાં મંગળવારે જે બ્લાસ્ટ થયા હતા તેનો નજારો પરમાણું બોંબના ધડાકા જેવો હતો અને ધડાકા બાદ જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તે લોકોના મોત થઈ રહ્યા છે. જો કે આ બાબતે કેટલાક દેશોએ લેબનાનને ધડાકાની તપાસમાં મદદ કરવાની વાત કરી છે પણ મરનારા લોકોની સંખ્યા 150 સુધી પહોંચી ગઈ છે અને 5000થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બેરુતમાં થયેલા ધડાકાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં ધડાકાની ગંભીરતા પણ જોવા મળી રહી છે.
આ બાબતે પ્રાથમિક તપાસ કરતા અધિકારી પાસેથી જાણવા મળ્યું છે કે વર્ષ 2013થી બેરુતના એક બંદર પર આવેલા ગોડાઉનમાં 2700 ટન જેટલું એમોનિયમ નાઈટ્રેટ રાખવામાં આવ્યું હતુ અને તેમાં આગ લાગતા આ દુર્ધટના ઘટી હતી. આ વાતની જાણ અન્ય લોકોને થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તોડફોડ કરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે અને સ્થાનિક સુરક્ષાદળ દ્વારા ભીડને વિખેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
_VINAYAK