અમીરોનું “ક્વિટ ઈન્ડિયા”!: 2018માં 5000 ધનિકોએ ભારત છોડયું
નવી દિલ્હી: દુનિયાના અમીરોમાં સામેલ થનારા ભારતીયો ભારતને છોડી રહ્યા છે. એકલા ભારતમાંથી 2018માં લગભગ પાંચ હજાર અમીરો અન્ય દેશોમાં ચાલ્યા ગયા છે. જો કે રસપ્રદ વાત એ છે કે ભારતે જેટલા અમીર ખોયા છે તેનાથી વધારે અમીર પેદા કરી લીધા છે. જો દુનિયામાં અમીરો દ્વારા સ્વદેશ છોડનારા ટોચના દેશોની વાત કરવામાં આવે તો આપણો પાડોશી દેશ ચીન પહેલા ક્રમાંકે છે. ગત વર્ષ લગભગ 15 હજાર જેટલા ધનકુબેરો ચીન છોડીને ચાલ્યા ગયા છે. તેના પછી રશિયા, ભારત, યુકે, ફ્રાંસ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનો ક્રમાંક આવે છે.
તો ઓસ્ટ્રેલિયા એવો દેશ છે કે જ્યાં આ પલાયન કરનારા અમીરોનું પહેલી પસંદવાળું ઠેકાણું બન્યો છે. અથવા એમ કહો કે પોતાનો દેશ છોડનારા સૌથી વધુ અમીરો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. દુનિયાભરમાંથી લગભગ 12 હજાર અમીર પોતાનો દેશ છોડીને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવા લાગ્યા છે. બાદમાં અમીરો દ્વારા પસંદ કરવામાં કરવામાં આવેલા દેશોમાં અમેરિકા, કેનેડા, કેરેબિયન, ગ્રીસ અને સ્પેનનો ક્રમાંક આવે છે.
અમીરોનું પલાયન
દેશ ગુમાવેલા અમીરો
રશિયા 7000
ચીન 15000
ભારત 5000
ઈન્ડોનેશિયા 1000
ફ્રાંસ 3000
યુકે 3000
સાઉદી અરેબિયા 1000
બ્રાઝિલ 2000
વસવાટ માટે અમીરોની પસંદગીના દેશ
દેશ બહારથી આવેલા અમીરો
કેનેડા 4000
યુએસએ 10000
કેરેબિયન 2000
ગ્રીસ 1000
સ્પેન 1000
યુએઈ 2000
સિંગાપોર 1000
ઓસ્ટ્રેલિયા 12000
જો કે ભારતે જેટલા અમીર ગુમાવ્યા છે, તેનાથી વધારે અમીરોને પેદા પણ કરી લીધા છે. બીજા શબ્દોમાં ભારતને અમીરોની ફેક્ટરી કહેવું પણ ખોટું નહીં હોય. આંકડા જણાવે છે કે ભારત અમીર બનાવનારા દેશોમાં ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે. આ યાદીમાં એશિયાના ત્રણ દેશો સામેલ છે. ટોચ પર ચીન છે, જ્યાં 2008થી અત્યાર સુધી અમીરોના નિર્માણની ટકાવારી 130 ટકા રહી છે. આ યાદીમાં ભારત ચોથા ક્રમાંકે અને શ્રીલંકા તેના પછી પાંચમા ક્રમાંકે છે.
2008થી વેલ્થ માર્કેટમાં શ્રેષ્ઠ દેખાવ
દેશ પ્રમાણ
ચીન 130 ટકા
મોરેશિયસ 124 ટકા
ઈથોપિયા 102 ટકા
ભારત 96 ટકા
શ્રીલંકા 94 ટકા
2008થી વેલ્થ માર્કેટમાં ખરાબ પ્રદર્શન
દેશ પ્રમાણ
વેનેઝુએલા -68 ટકા
ગ્રીસ -37 ટકા
યુક્રેન -24 ટકા
સાયપ્રસ -21 ટકા
ઈટાલી -14 ટકા
જો કે ચિંતાની વાત એ છે કે ભારત ભલે અમીર બનાવવામાં ટોચના પાંચ દેશોમાં સામેલ હોય, પરંતુ અહીં નાણાંની અસમાનતા પણ સૌથી વધુ છે. અહીં 52 ટકા ધન દેશના તમામ લોકોમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે દેશના 8 ટકા નાણાં માત્ર કેટલાક અમીરો પાસે છે. જ્યારે આ મામલામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, સાઉથ કોરિયા, ફિનલેન્ડ જેવા દેશો પાછળ છે. એટલું જ નહીં જો દુનિયાની વાત કરીએ, તો સરેરાશ 36 ટકા નાણાં જ અમીરો પાસે છે. 64 ટકા મિલ્કત સામાન્ય લોકોમાં વહેંચાયેલી છે.
આર્થિક અસમાનતા
દેશ અમીરોના હાથમાં મિલ્કત
જાપાન 24 ટકા
ન્યૂઝીલેન્ડ 27 ટકા
નોર્વે 27 ટકા
જર્મની 28 ટકા
સ્વીડન 28 ટકા
ડેનમાર્ક 29 ટકા
સાઉથ કોરિયા 29 ટકા
ફિનલેન્ડ 29 ટકા
ઓસ્ટ્રેલિયા 30 ટકા
કેનેડા 30 ટકા
ભારત 48 ટકા
વૈશ્વિક સરેરાશ 36 ટકા