LAC પર યુદ્ધક તૈયારીઓ માટેની આજે સમીક્ષા બેઠક યોજાશે – આવતી કાલે રક્ષામંત્રી અને સેના પ્રમુખ સભાને સંબોધશે
- LAC પર યુદ્ધક તૈયારીઓ માટેની આજે સમીક્ષા બેઠક
- આવતી કાલે રક્ષામંત્રી અને સેના પ્રમુખ સભાને સંબોધશે
છેલ્લા કેટલાક સમયથી પૂર્વી લદ્દાખમાં ચીન સાથેનો સીમા વિવાદ અને તણાવ સતત વકરી રહ્યો છે ત્યારે આજ રોજ સેનાના કમાન્ડર લદ્દાખ અને આજુબાજુના વિસ્તારોની મુલાકાત કરીને યુદ્ધક તૈયારીઓની સમિક્ષા કરશ. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની અધ્યક્ષતામાં યોજાનારી ચાર દિવસીય સમીક્ષા બેઠકમાં સેનામાં આંતરિક સુધારા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં દેશ સામે જે પડકારો છે તેને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવશે, આ સાથે સાથે પૂર્વ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોની પણ સમીક્ષા કરવામાં આવશે, એલએસી પર ચીની સૈનિકો સાથે થયેલી ઝપાઝપી પછી સરહદ પમ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારથી સરહદ પર બન્ને દેશોના હજારો સૈનિકોની તૈનાતી જોવા મળી રહી છે
આજ રોજ યોજાનારી આ બેઠકમાં સંશોધનકારો તર્કસંગત વિતરણને સુનિશ્ચિત કરવા ઓપચારિક પદ્ધતિઓ અને બિન-સૈન્ય પ્રવૃત્તિઓ પર કાપ મૂકવા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. આ બેઠકમાં તમામ સૈન્ય કમાન્ડર, આર્મી હેડ કવાર્ટરના ચીફ સ્ટાફ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતિ રહેશે.
આવતી કાલે મંગળવારના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ બિપિન રાવત અને નેવલ ચીફ એડમિરલ કરમવીર સિંહ સભાનું સંબોધન કરશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં સોમવારે સેનામાં માનવ સંસાધન સંચાલન સંબંધિત બાબતો પર ચર્ચા કરવામાં આવશે, જ્યારે કમાન્ડરો દ્વારા રજૂ કરાયેલા વિવિધ એજન્ડા મુદ્દાઓ પર બુધવારના ચર્ચા કરવામાં આવશે.
સાહીન-