1. Home
  2. revoinews
  3. ક્યારે અને કેવી રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની શરૂઆત થઇ ? જાણો તેનો ઈતિહાસ….
ક્યારે અને કેવી રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની શરૂઆત થઇ ? જાણો તેનો ઈતિહાસ….

ક્યારે અને કેવી રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની શરૂઆત થઇ ? જાણો તેનો ઈતિહાસ….

0
Social Share

– દેવાંશી દેસાણી

  • 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની કરાઈ છે ઉજવણી
  • કોરોના મહામારીને કારણે શિક્ષક દિન ઉજવાશે ઓનલાઇન
  • ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં ઉજવાય છે આ દિવસ
  • 1962માં શિક્ષક દિન મનાવવાની થઇ હતી શરૂઆત
  • 100થી વધુ દેશોમાં જુદા જુદા દિવસોમાં ઉજવાય છે શિક્ષક દિન

5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે શિક્ષક દિવસ ઓનલાઇન ઉજવવામાં આવશે, કારણ કે કોરોના મહામારીને કારણે તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે. આવી સ્થિતિમાં શિક્ષક દિવસ પણ બદલાયેલા સ્વરૂપમાં ઉજવાશે.

જોકે શિક્ષક દિવસ નિમિત્તે દર વર્ષે શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ આ વર્ષે આ કાર્યક્રમો શક્ય બનશે નહીં. ખરેખર, શિક્ષકનો દિવસ દરેક વિદ્યાર્થી અને શિક્ષકના જીવનમાં ખૂબ જ વિશેષ છે. માતા અને પિતા પછીના જીવનમાં શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ દરજ્જો છે. શિક્ષક વિના વિદ્યાર્થીનું જીવન અધૂરું છે.

શિક્ષક દેશના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. આપણી ભાષામાં શિક્ષકનો સાદો અર્થ છે. શિ-શિસ્ત, ક્ષ-ક્ષમા અને ક-કર્તવ્ય. આવી રીતે Englishમાં પણ teacher શબ્દનો અર્થ સરળ થાય T-ટેલેન્ટ,E- એફિશિયન્ટ, A-એક્ટિવ, C-કરેકટ, H-ઓનેસ્ટ, E-એક્સપિરયન્સ, R-રિસપોન્સિબિલિટી જેવાં આવા બધા ગુણો શિક્ષકમાં હોય છે. તેથી તે દેશના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.

આપણા ભારતમાં શિક્ષક દિવસનું ઘણું મહત્વ છે. સફળતા માટેનું પહેલું પગલું એ ગુરુ છે જેના દ્વારા આપણે જીવનમાં આગળ વધીએ છીએ. નાનપણથી જ આપણે જોયું છે કે આ દિવસે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે. પણ તમે કદાચ જાણતા નહિ હોય કે આ શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ એના વિશે.

ડૉ. રાધાકૃષ્ણનના સન્માનમાં ઉજવાય છે આ દિવસ

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1962 થી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ડો.રાધાકૃષ્ણન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. તેનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 માં તમિલનાડુના તિરુમની ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. 1954 માં તેમને ‘ભારત રત્ન’ પણ મળ્યો હતો. 17 એપ્રિલ 1975 ના રોજ ચેન્નઇમાં તેમનું અવસાન થયું હતું.

રાધાકૃષ્ણએ આવી ઈચ્છા કરી હતી વ્યક્ત

એકવાર રાધા કૃષ્ણનના કેટલાક શિષ્યોએ સાથે મળીને તેમનો જન્મદિવસ ઉજવવાનું વિચાર્યું. જ્યારે તેઓ તેમની પાસેથી પરવાનગી માટે પહોંચ્યા ત્યારે રાધાકૃષ્ણને કહ્યું કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે હું શિક્ષક દિનની ઉજવણી કરીશ તો મને ગર્વ થશે. ત્યારબાદ 5 સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ1962 માં પ્રથમ વખત શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

કયા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે?

શિક્ષક દિવસ વિશ્વના 100 થી વધુ દેશોમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ યોજાયો છે. આ દિવસે કેટલાક દેશોમાં રજા હોય છે, તો કેટલાક દેશોમાં રજા હોતી નથી. ચીનમાં ૧૦ સપ્ટેમ્બર, તુર્કીમાં ર૪ નવેમ્બરના રોજ તેમજ આર્જેન્ટિના ૧૧ સપ્ટેમ્બર, યુ.એસ. માં મેના પ્રથમ પૂર્ણ સપ્તાહના મંગળવારે ઉજવવામાં આવે છે. તો, થાઇલેન્ડમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code